ગાંધીનગર,
ગુજરાતમાં બની રહેલી ભાજપની સરકારના મુખ્યમંત્રીના નામની આજે ઘોષણા થઇ હતી. રાજ્યના નવા સીએમ તરીકે અપેક્ષિત જ વિજય રૂપાણીના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. ભાજપની ગાંધીનગર સ્થિત કમલમ ઓફિસ પર શુક્રવારે સત્તાવાર રીતે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. સીએમ રૂપાણીની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની પણ જાહેરાત કરવામાં આવી
આ જાહેરાત સાથે વિજય રૂપાણી ફરી એકવાર ગુજરાતના સીએમ બન્યા છે અને નીતિન પટેલ ડેપ્યુટી સીએમ બન્યા છે.

કમલમ કાર્યાલય પર નિરિક્ષક તરીકે ભાજપના સીનીયર નેતા અરૂણ જેટલી, સરોજ પાંડે અને ભુપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા.નિરિક્ષરોની હાજરીમાં ભાજપના ચૂંટાયેલા વિધાનસભ્યોની મીટીંગમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને વિજય રૂપાણી તથા નીતિન પટેલના નામની જાહેરાત સાથે સંભવિત બીજા નામોની અટકળો પર પડદો પડી ગયો હતો.
