દેશની રાજધાની દિલ્હીનાં જંતર-મંતર પર 8 ઓગસ્ટનાં રોજ પ્રદર્શન દરમ્યાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારની બાબત ગંભીર બની છે. મંગળવારે મોટી કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે વકીલ અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોને કસ્ટડીમાં લીધા છે.
આ પણ વાંચો – First Private Luxury Train / 25 અબજના ખર્ચે બનશે પ્રથમ ખાનગી લકઝરી ટ્રેન, જૂઓ તેની ખાસિયતો ફોટા સાથે
જંતર -મંતર પર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સંબંધિત કેસમાં દિલ્હી પોલીસે ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. અશ્વિની ઉપાધ્યાય સિવાય અન્ય 5 લોકોનાં નામ વિનોદ શર્મા, દીપક સિંહ, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહ અને દીપક છે. આપને જણાવી દઈએ કે, અગાઉ આ મામલે દિલ્હી ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય તરફથી સ્પષ્ટતા આવી હતી. તેમણે કહ્યું કે, 8 ઓગસ્ટનાં રોજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અંતર્ગત જંતર-મંતર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માત્ર 50 લોકોને આમંત્રિત કરાયા હતા પરંતુ ત્યાં લોકોની વધતી સંખ્યાને કારણે તેઓ ચાલ્યા ગયા હતા.
सभी छह लोगों अश्विनी उपाध्याय, विनोद शर्मा, दीपक सिंह, विनीत क्रांति, प्रीत सिंह, दीपक को हिरासत में लिया गया है: दिल्ली पुलिस
— ANI_HindiNews (@AHindinews) August 10, 2021
આ પણ વાંચો – Covid-19 / ચીને વધારી ચિંતા, 2019 નાં અંત બાદ હવે મોટી સંખ્યામાં જોવા મળ્યા કોરોનાનાં કેસ
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, જ્યાં સુધી હું જંતર -મંતર પર હતો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સૂત્રોચ્ચાર નહોતા થયા, જે વિષે હાલમાં વાત કરવામાં આવી રહી છે તે વિશે મને કોઇ જ ખબર નથી. ઉલટું, તેમણે પોલીસને આ સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, અશ્વિની ઉપાધ્યાયે પોલીસ સ્ટેશન પહોંચતા પહેલા એક ટ્વીટ પણ કર્યુ હતુ. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ક્યારેય વિચાર્યું ન હતું કે, અંગ્રેજી કાયદાઓ નાબૂદ કરવા અને એક સમાન કોડ લાગુ કરવાની માંગને કારણે બિનસાંપ્રદાયિક લોકો એટલા ગુસ્સે થઇ જશે, જંતર-મંતર પર એક વ્યક્તિએ ફાંસી પર લટકી ગયો હતો, શું કેજરીવાલને તે વિશે કોઇ સવાલ કરવામાં આવ્યો હતો? હું વીડિયોમાં સામેલ લોકોને ક્યારેય મળ્યો નથી કે તેમના ક્યારે પણ જોયા નથી.’
कभी सोचा नहीं था कि अंग्रेजी कानूनों को खत्म करने और समान संहिता लागू करने की मांग करने के कारण सेक्युलर इतने नाराज हो जाएंगे
जंतर मंतर पर एक व्यक्ति ने फांसी लगाया था
क्या उसके लिए केजरीवाल से पूछताछ हुई थी
वीडियो में शामिल लोगों से न तो मैं कभी मिला और न तो कभी उन्हें देखा pic.twitter.com/DfXC1s1kYP
— Ashwini Upadhyay (@AshwiniUpadhyay) August 9, 2021
આપને જણાવી દઇએ કે, એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે, રવિવાર, 8 ઓગસ્ટનાં રોજ દિલ્હીનાં જંતર-મંતર વિસ્તારમાં કેટલાક લોકોએ મુસ્લિમ વિરોધી નારા લગાવ્યા હતા, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સૂત્રો સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લગાવવામાં આવ્યા હતા. દિલ્હી ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય પણ તે કાર્યક્રમમાં હાજર હતા, ત્યારબાદ સમાચાર આવ્યા કે દિલ્હી પોલીસ અશ્વિની ઉપાધ્યાયની પણ ધરપકડ કરી શકે છે. આ કેસમાં પોલીસે અજાણ્યા લોકો સામે કેસ પણ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે, તેણે આ કાર્યક્રમ માટે પરવાનગી આપી નથી. જણાવી દઈએ કે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
