Vadodara News/ વડોદરામાં ડભોઇ બોડેલી રોડ ઉપર અકસ્માત, બે મિત્રોના મોત

વડોદરામાં ડભોઈ બોડેલી રોડ પર અકસ્માત સર્જાયો હતો. દિવાળીની રાત્રે અકસ્માત સર્જાયો હતો. સાત મિત્રો ડભોઈ અર્ટિગા કાર લઈને આવ્યા હતા. કાર રોડની બાજુની ખાડીમાં પલ્ટી ખાઈ ગઈ હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: વડોદરામાં ડભોઈ બોડેલી રોડ પર અકસ્માત સર્જાયો હતો. દિવાળીની રાત્રે અકસ્માત સર્જાયો હતો. સાત મિત્રો ડભોઈ અર્ટિગા કાર લઈને આવ્યા હતા. કાર રોડની બાજુની ખાડીમાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં સાત પૈકી બે મિત્રોના ઘટનાસ્થળે મોત થયા હતા. વ્રજ શાહ અને દર્પણ વાળંદના મોત થયા હતા. આમ બે યુવકોને દિવાળીની રાત્રે કાળ ભરખી ગયો હતો.

પાંચ યુવકોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. ડભોઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. બંને યુવકોના મૃતદેહ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને યુવકોના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. કુટુંબીઓનો આંખોના આંસુ સુકાતા નથી. તેમની આંખોના તારા તૂટી ગયા છે.

યુવકના મોત થવાથી બંનેના કુટુંબનો જાણે મોભ તૂટી ગયો હતો. વૃદ્ધ માબાપના ઘડપણનો સહારો છીનવાઈ ગયો હતો. તેઓની આંખો સતત ભીની હતી. તેઓ ખાલી બહાદરપુરથી ડભોઈ ચા પીવા આવ્યા હતા અને અકસ્માત સર્જાયો હતો. દિવાળી કરવા માટે તેઓ પોતાના ગામ આવ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા હતા. પોલીસે આ કેસમાં સઘન તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ યુવાનોએ નશો કર્યો છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રંજન બેન ભટ્ટના બદલે ઉમેદવાર જાહેર થયેલા હેમાંગ જોશી છે કોણ

આ પણ વાંચો: ચીકી માફિયાઓને ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવાનો કારસો : હેમાંગ રાવલ

આ પણ વાંચો: બરોડા મેનેજમેન્ટ એસોસિએશન સ્ટાર્ટઅપ સિર્નજી – ૨૦૨૪માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ