અરવલ્લી,
અરવલ્લીના રાણાસૈયદ બાયપાસ રોડ પર બબાલ થઇ હતી. આ બબાલ લઘુશંકા માટે ના પાડતાં મુસાફરો અને સ્થાનિક વચ્ચે થઇ હતી. સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો.
મામલો બિચકતાં સ્થાનિકોએ ખાનગી બસ પથ્થરમારો કર્યો હતો. જેથી બસના કાચ તૂટી ગયા હતા. તેમજ પથ્થરવાગતા ઇજાગ્રસ્ત થયેલાને સારવાર માટે હોસ્પટિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી..અને સ્થિતિ પર કાબુ મેળ્વયો હતો.
