ઓનલાઇન/ માનસિક તણાવમાંથી કેવી રીતે મુક્ત થવાય તે માટે ઓનલાઇન પરિસંવાદ

માનસિક પરિસંવાદ ઓનલાઇન યોજાયો

Gujarat

દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને દેશની હાલત ગંભીર છે ઓક્સિજનની અછત દવાઓની અછત અને કોરોનાના દર્દી માટે હોસ્પિટલમાં બેડ નથી તેથી ભારતના લોકો માનસિક તણાવમાં આવી ગયા છે. જાે માનસિક તણાવ પર સમય રહેતા કાબૂ ન મેળવવામાં આવે, તો તે ખૂબ જ ગંભીરરૂપ ધારણ કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને  ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માનસિક તણાવમાંથી કઈ રીતે મુક્તિ મળે, તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન પરિસંવાદનો સતત આયોજન થઈ રહ્યું છે. જેમાં યુનિવર્સિટીમાં કામ કરતા માનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા લોકોને સતત માનસિક તણાવમાંથી મુક્ત રહેવાનું માર્ગદર્શન આપી રહ્યા છે.

માનસિક તણાવમાં  મહિલાઓ વૃદ્ધો અને બાળકો વિશેષ જોવા મળે છે.. મહિલા પોતાના પરિવારને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, ખાસ કરીને તેમના બાળક પ્રત્યે તેઓ વધારે ચિંતાગ્રસ્ત જોવા મળે છે, ત્યારે પરિવારમાંથી કોઇ પણ વ્યક્તિને કોરોના સંક્રમણ થાય તો આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણથી બાળકોનો કેઈ રીતે બચાવ કરી શકાય, તેમજ સંક્રમિત બાળકોને ફરી પાછૂં સ્વસ્થ કઈ રીતે કરી શકાય, તેવા અનેક પ્રશ્નોને લઈને માનસિક મનોવ્યથા ચાલતી  હોય છે. માનસિક અસ્વસ્થના લીધે  કેટલાક વડીલો અનિદ્રાનો શિકાર પણ બની રહ્યા છે. , તો યુવાનો પોતાની રોજગારી અને અભ્યાસને લઈને વધુ ચિંતિત બની રહ્યા છે. જેના કારણે માનસિક તણાવ ઉત્પન્ન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક લોકોને માનસિક તણાવમાંથી મુક્તિ મળે, તે માટેના પરિસંવાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત થઇ રહ્યા છે. જેમાં મનોવિજ્ઞાનના અધ્યાપકો શામેલ થઈને પ્રત્યેક લોકોના પ્રશ્ને સાંભળીને તેનું નિરાકરણ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે માનસિક સ્થિતિના કેસો કોરોના સમયમાં વધી રહ્યા છે.