Not Set/ અમદાવાદ: વેપારીએ નોકરી આપવાના બહાને યુવતીની કરી છેડતી

અમદાવાદ, શહેરમાં દિવસને દિવસે મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે. ક્યારેક નોકરીના બહાને તો ક્યારેક જાહેરમાં છેડતીનો ભોગ બની રહી છે.ત્યારે અમદાવાદમાં આવેલા એચ.કે કોલેજની બાજૂમાં આવેલા ચીનુભાઈ ટાવરમાં નિલય એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં સંજય શુકલા નામના શખ્સે કોલેજીયન યુવતીને તેની કેબિનમાં બોલાવીને છેડતી કરી હતી. પોલીસનું કહેવું છે કે, સંજય શુકલા પોતાની પાસે યુવતીને બે-ત્રણ દિવસ […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 294 અમદાવાદ: વેપારીએ નોકરી આપવાના બહાને યુવતીની કરી છેડતી

અમદાવાદ,

શહેરમાં દિવસને દિવસે મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે. ક્યારેક નોકરીના બહાને તો ક્યારેક જાહેરમાં છેડતીનો ભોગ બની રહી છે.ત્યારે અમદાવાદમાં આવેલા એચ.કે કોલેજની બાજૂમાં આવેલા ચીનુભાઈ ટાવરમાં નિલય એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં સંજય શુકલા નામના શખ્સે કોલેજીયન યુવતીને તેની કેબિનમાં બોલાવીને છેડતી કરી હતી.

પોલીસનું કહેવું છે કે, સંજય શુકલા પોતાની પાસે યુવતીને બે-ત્રણ દિવસ પહેલા ટ્રેનીંગ આપવાના બહાને બોલાવીને તેની સાથે શારીરિક અડપલા કરી અને કેટલીક બીભત્સ માંગણીઓ કરી હતી. આવી બીભત્સ માંગણીઓ સાંભળતા યુવતી ડરી ગઈ હતી અને બીજે દિવસે યુવતીએ તેના માતા-પિતાને જાણ કરતા નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જ્યાં આઈપીસી કલમ 354 અને 294(ખ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સિવાય બદનામ કરવાની ધમકી આપી હોવાની નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરી છે.