Vadodara/ વડોદરાના સરકારી ટેક્નિકલ હાઇસ્કુલની બિલ્ડીંગ ધરાશાઇ, જાનહાનિ ટળી

વડોદરામાં દાંડિયા બજારમાં સરકારી શાળાના બિલ્ડીંગની ઇમારત અચાનક ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ચકચાર જોવા મળી

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 02 21T164154.849 વડોદરાના સરકારી ટેક્નિકલ હાઇસ્કુલની બિલ્ડીંગ ધરાશાઇ, જાનહાનિ ટળી

વડોદરા : દાંડિયા બજારમાં આવેલ સરકારી ટેક્નિકલ શાળાનું બિલ્ડીંગ ધરાશાયી થયાની ઘટના બનવા પામી છે. દાંડિયા બજારમાં સરકારી શાળાના બિલ્ડીંગની ઇમારત અચાનક ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ચકચાર જોવા મળી. આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ દાંડિયા બજારમાં સરકારી શાળાના બિલ્ડીંગનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થયો. ઇમારત ધરાશાયી થવાની ઘટના રાત્રિના સમયે બનતા મોટી જાનહાનિ ટળી. બિલ્ડીંગનો કેટલોગ હિસ્સો ધરાશાયી થવાની ઘટના સામે આવતા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાલમાં જેસીબી દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.

મીડિયા અહેવાલ અનુસાર દાંડિયા બજારની સરકારી ટેકનીકલ શાળાનું બિલ્ડીંગ 1960માં બનાવવામાં આવ્યું હતું. સંભવત બિલ્ડીંગ જૂનુ થયું હોવાથી ઇમારત જર્જરિત અવસ્થામાં હતી. અને બિલ્ડીંગનો અમુક હિસ્સો વધુ જર્જરિત હોવાથી ધરાશાયી થયો. બિલ્ડીંગનો હિસ્સો ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વિભાગ દ્વારા સરકારી ટેકનિકલ શાળાના બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાશે અને કારણો અંગે માહિતી મેળવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ

આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે