Not Set/ કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન પાસે રાજીનામું માંગી લીધું,ટૂંકમાં અમરિંદર સિંહ સત્તાવાર જાહેરત કરશે્

અમરિંદર સિંહે અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે,અપમાન થઇ રહ્યું છે ,ત્રીજી વખત આવું થઈ રહ્યું છે. હું પક્ષમાં આવા અપમાન સાથે રહી શકતો નથી.

Top Stories India
amrindar singh કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન પાસે રાજીનામું માંગી લીધું,ટૂંકમાં અમરિંદર સિંહ સત્તાવાર જાહેરત કરશે્

કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના મુખ્યમત્રી પાસેથી રાજીનામું માંગી લીધુ છે, જેના લીધે રાજકીય ભૂકંપ સર્જાયો છે . છે્લ્લા કેટલાક મહિનોઓથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો અને કેપ્ટનથી અનેક ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા હતા અને નવા બનેલા પંજાબ અધ્યક્ષ નવજોત સિદ્વુ અને કેપ્ટન વચ્ચે વિખવાદ પરાકાષ્ઠાએ પહોચ્યું હતું, બન્ને વચ્ચે સમાધાન માટે હાઇકમાન્ડે સમાધાન રણનીતિ અપનાવી હતી પરતું વિખવાદ ઘટવાને બદલે વધ્યું હતું ,કેપ્ટને અગાઉ ચૂંમટણીમાં આપેલા વચનો પૂરા કર્યા નથી તેવા આક્ષેપો પણ કોંગ્રેસ પાર્ટીના લોકો કરી રહ્યા છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે કેપ્ટન રાજીનામું આપી દેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવજોત સિદ્ધુએ બોલાવેલી ધારાસભ્યોની બેઠક પહેલા અમરિંદર સિંહે સોનિયા ગાંધીને કહ્યું હતું કે તેઓ આવા અપમાન સાથે પાર્ટીમાં રહી શકતા નથી.પંજાબ કોંગ્રેસ સરકારમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  અમરિંદર સિંહે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે,અપમાન થઇ રહ્યું છે ,ત્રીજી વખત આવું થઈ રહ્યું છે. હું પક્ષમાં આવા અપમાન સાથે રહી શકતો નથી.

છેલ્લા કેટલાક મહિનાઓમાં, નવજોત સિંહ સિદ્ધુના સમર્થક માનવામાં આવતા ધારાસભ્યોએ અમરિંદર સિંહ સામે બળવો કર્યો છે અને નવા નેતાની માંગ કરી છે. પંજાબના સંભવિત નવા મુખ્યમંત્રી માટે સુનીલ જાખર, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રતાપ સિંહ બાજવા અને બેયંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ જેવા નામો નક્કી કરવામાં આવ્યા છે.