Not Set/ રાજ્યમાં સરેરાશ 68% મતદાન,નવસારી-મોરબીમાં સૌથી વધુ મતદાન

ગાંધીનગર રાજ્યમાં 19 જીલ્લાઓની 89 સીટો માટે પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થયું હતું અને ચૂંટણી કમિશનરના આંકડા પ્રમાણે મોડી સાંજે આવી રહેલા આંકડા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 68 ટકા જેટલું મતદાન થયું છે. રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 60.16 ટકા મતદાન નોધાયુ હતું.પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું પરિણામ 18 ડિસેમ્બરે આવશે. રાજ્યના ચૂંટણી કમિશનર બી બી સ્વેનના જણાવ્યા […]

Top Stories
gujarat election new રાજ્યમાં સરેરાશ 68% મતદાન,નવસારી-મોરબીમાં સૌથી વધુ મતદાન

ગાંધીનગર

રાજ્યમાં 19 જીલ્લાઓની 89 સીટો માટે પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થયું હતું અને ચૂંટણી કમિશનરના આંકડા પ્રમાણે મોડી સાંજે આવી રહેલા આંકડા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 68 ટકા જેટલું મતદાન થયું છે. રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 60.16 ટકા મતદાન નોધાયુ હતું.પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું પરિણામ 18 ડિસેમ્બરે આવશે.

રાજ્યના ચૂંટણી કમિશનર બી બી સ્વેનના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં એકાદ બનાવને બાદ કરતાં શાંતિપુર્ણ મતદાન થયું હતું.

આ મતદાનમાં સૌથી વધુ મતદાન નવસારી અને મોરબીમાં 75 ટકા જેટલું થયું હોવાનું સામે આવ્યું છે,જ્યારે પોરબંદર અને બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 60 ટકા મતદાન થયું છે.

·         મોરબી અને નવસારીમાં સૌથી વધુ 75 ટકા મતદાન

·         સુરતમાં 70 ટકા , તાપીમાં 73 ટકા મતદાન, વલસાડમાં 70 ટકા મતદાન

·         કચ્છમાં 63 ટકા , સુરેન્દ્રનગરમાં 65 ટકા મતદાન

·         નર્મદા જિલ્લામાં 73 ટકા મતદાન નોંધાયુ

·         રાજકોટમાં 70 ટકા , જૂનાગઢમાં 63 ટકા મતદાન

·         અમરેલીમાં 67 ટકા, ભરૂચમાં 71 ટકા મતદાન

·         ડાંગ 70 ટકા, તાપીમાં 73 ટકા મતદાન

·         કચ્છમાં 63 ટકા મતદાન, તો મોરબીમાં 75 ટકા મતદાન

·         જામનગરમાં 65 ટકા, પોરબંદરમાં 60 ટકા મતદાન

·         ગીર સોમનાથમાં 70 ટકા, જૂનાગઢમાં 65 ટકા મતદાન

·         2012ની તુલનામાં પ્રથમ તબક્કામાં 3 ટકા ઓછુ મતદાન

·         દેવભૂમિ દ્વારકામાં 63 ટકા મતદાન નોધાયુ

·         ભાવનગર જિલ્લામાં 62 ટકા , બોટાદમાં 60 ટકા મતદાન 

 

પ્રથમ તબક્કાના મતદાનમાં ૨,૧૨,૩૧,૬૫૨ મતદારો મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરી રહ્યા છે. રાજ્યમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે તમામ સ્થળે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મતદાન માટે ૧૪૧૫૫ સ્થળે ૨૪૬૭૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.