farmers protest india/ દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ધમાસાણ

મીટિંગમાં સરકારે પાંચ પાક ઉપર એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે આ પ્રસ્તાવને ખેડૂતોએ રદ્દ કરી દીધો હતો. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું હતું કે, અમે ખેડૂતો અને નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા છીએ. અમારી એમએસપી ઉપર ગેરંટી કાયદાની માંગણી પૂરી થવી જોઈએ. એમએસપી આપવા માટે 1.75 લાખ કરોડ રૂપિયાની જરૂર છે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 21T162542.116 દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ધમાસાણ

@Nikunj Patel

Farmer’s Protest News: પંજાબના ખેડૂતો શંભુ અને ખનોરી બોર્ડરથી દિલ્હી તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બન્ને જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. ખનૌરીમાં હાલત વધુ ખરાબ થઈ રહી છે. જેમાં કેટલાય રાઉન્ડ ટીયરગેસના શેલ અને રબ્બરની બુલેટ છોડવામાં આવી હતી.

આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત મજદૂર મોર્ચા (કેએમએમ)ના કોએર્ડિનેટર સરવણ પંધેરે કહ્યું હતું કે, ખનૌરીથી એક ખેડૂતના મોતના સમાચાર મળી રહ્યા છે. જોકે પોલીસ કે પ્રશાસને હજી સુધી તેની કોઈ પુષ્ટિ કરી નથી. બીજી તરફ ટોહાના બોર્ડર પર તહેનાત એસઆ વિજય કુમારની તબિયત અચાનક લથડી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે તેમને ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.

ખેડૂતોને રોકવા માટે પોલીસ ઘણીવાર ડ્રોનથી ટીયરગેસના સેલ છોડી ચૂકી છે. બચવા માટે ખેડૂતોએ સ્પેશિયલ માસ્ક, ભીની બોરીઓ અને ચશ્મા પહેર્યા હતા. સાઉન્ડ કેનનથી બચવા માટે ખેડૂતો સ્પેશિયલ ઈયર બર્ડ્સ લઈને આવ્યા હતા.

દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ મોકલ્યુ હતું. શંભુ બોર્ડર પર ખેડૂત મિટીંગમાં કેન્દ્રના પ્રસ્તાવ પર નિર્ણયની માહિતી અપાશે. તે પહેલા ચાર વખત બેઠકો યોજાઈ હતી પણ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂત આંદોલનનો આજે નવમો દિવસ છે. દરમિયાન અલગ અલગ કારણોથી બે પોલીસ કર્મચારીઓ સહિત ચાર જણાના મોત થઈ ચુક્યા છે.

સરકારે ખેડૂતોને પાંચ પાક મકાઈ, કપાસ, મસુર, અરહર અને અડદ ઉપર એમએસપીનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના માટે નેફેડ, એનસીસીએફથી પાંચ વર્ષ ખરીદીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તે સિવાય ખેડૂતોને સરકારી દેવા માફી ઉપર પણ વિચાર કરાશે એનો ભરોસો આપ્યો હતો.

બીજી તરફ ખેડૂતો 23 પાક ઉપર એમએસપીની ગેરંટી કાયદાનો અધ્યાદેશ ઈચ્છે છે. પ્રાઈવેટ એજન્સી-કંપની એમએસપી રેટથી ઓછામાં પાક ખરીદી ન શકે તથા સી-2 +, શેરડી પર, સી-2 + 100 અને સંપૂર્ણ લોન માફી ઈચ્છે છે.

મીટિંગમાં સરકારે પાંચ પાક ઉપર એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે આ પ્રસ્તાવને ખેડૂતોએ રદ્દ કરી દીધો હતો. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું હતું કે, અમે ખેડૂતો અને નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા છીએ. અમારી એમએસપી ઉપર ગેરંટી કાયદાની માંગણી પૂરી થવી જોઈએ. એમએસપી આપવા માટે 1.75 લાખ કરોડ રૂપિયાની જરૂર છે.

કેન્દ્ર તમામ પાક પર એમએસપીની ગેરંટી આપે તો આંદોલન સમેટી લેવા અમે તૈયાર છીએ. મંગળવારે અમે મિટીંગ કરીને રણનીતિ બનાવીશું અને તેના પછીના દિવસે (21 ફેબ્રુઆરી)ના રોજ દિલ્હી કૂચ કરીશું. પરંતુ વારેઘડીએ વાતચીત નહી કરીએ. હવે તમામ બાબત કેન્દ્રના હાથમાં છે. કેન્દ્રએ નિર્ણય લેવાનો છે. કેન્દ્રની દરખાસ્ત ખેડૂતોના હિતમાં નથી.

બીજી તરફ હરિયાણામાં 7 જીલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધનો નિર્ણય 20 ફેબ્રુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે.

સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા પહોંચેલા કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર કપાસ, મકાઈ, મસુર, અરહર અને અડદ પર એમએસપી આપવા તૈયાર છે. હવેના પાંચ વર્ષ સુધી પાંચ પાકની ખરીદી સહકારી સભાઓ દ્વારા થશે. એનએએફઈડી અને એનસીસીએફથી પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ હશે.

બીજી તરફ ખેડૂતો તમામ પાકને એમએસપી ઉપર ખરીદી માટે કાયદાની માંગણી કરી રહ્યા છે. તેમની માંગણી છે કે પાકની કિંમત સ્વામીનાથન આયોગની રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે. તે સિવાય ખેડૂતોએ મરચા, હળદર અને અન્ય મસાલાઓ માટે રાષ્ટ્રીય આયોગના ગઠનની માંગણી પણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી