Terrerism/ PAK પછી તુર્કી હવે સીરિયન આતંકીઓને કાશ્મીર મોકલવાની તૈયારી કરી રહ્યું છે

તુર્કી ઘણીવાર કાશ્મીર પર ભારત વિરોધી નિવેદનો આપીને હેડલાઇન્સ બનાવે છે, પરંતુ હવે તે બે પગલા આગળ વધ્યું છે. તે સીરિયન આતંકીઓને કાશ્મીર મોકલવાની તૈયારી કરી રહ્યો છે. જો કે, અગાઉ સીરિયા ભાડુતી આતંકીઓને  લિબિયા અને અઝરબૈજાન મોકલી આપ્યા છે. 

Top Stories World
child 11 PAK પછી તુર્કી હવે સીરિયન આતંકીઓને કાશ્મીર મોકલવાની તૈયારી કરી રહ્યું છે

તુર્કી ઘણીવાર કાશ્મીર પર ભારત વિરોધી નિવેદનો આપીને હેડલાઇન્સ બનાવે છે, પરંતુ હવે તે બે પગલા આગળ વધ્યું છે. તે સીરિયન આતંકીઓને કાશ્મીર મોકલવાની તૈયારી કરી રહ્યો છે. જો કે, અગાઉ સીરિયા ભાડુતી આતંકીઓને  લિબિયા અને અઝરબૈજાન મોકલી આપ્યા છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુર્કી સમર્થિત સુલેમાન શાહ બ્રિગેડ આતંકવાદી સંગઠનનો વડા અબુ એમ્શા છે. તે સીરિયન રાષ્ટ્રીય સૈન્યનો એક ભાગ છે.

એમ્શા એ થોડા દિવસો પહેલા જ તેના સભ્યોને કહ્યું હતું કે અંકારા ઇચ્છે છે કે તે કાશ્મીરમાં ભારત વિરુદ્ધ તેના છોકરાઓને મોકલે. આતંકવાદી જૂથોના એમ્શાએ જણાવ્યું હતું કે તુર્કીના અધિકારીઓ પછીથી અન્ય આતંકવાદી જૂથોના કમાન્ડરોને કાશ્મીર જવા માંગતા લોકોના લીસ્ટ અંગે પૃચ્છા કરી રહ્યા છે. અને કાશ્મીર જવા માંગતા લોકોને દોઢ લાખ રૂપિયા પણ આપી રહ્યા છે.

આતંકવાદને જન્મ
પાક બાદ હવે તુર્કી પણ કાશ્મીરમાં આતંકવાદને હવા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુર્કી સીરિયામાં લડતા આતંકીઓને કાશ્મીર મોકલવાની તૈયારીમાં છે. તેની સરકારી મીડિયા એજન્સીએ પણ પાકિસ્તાન અને કાશ્મીર મામલે ટિપ્પણી કરી છે. તે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના નાગોર્નો-કારાબખ વિવાદ તરીકે વર્ણવવામાં આવે છે. તુર્કીની સહાયથી, બે અઠવાડિયા પહેલા, અઝરબૈજાનને આ વિસ્તાર પર કબજો કર્યો હતો.

દોલાખ મળશે
એમ્શાના જણાવ્યા અનુસાર તુર્કીના અધિકારીઓ ટૂંક સમયમાં આવા આતંકવાદીઓની સૂચિ માંગશે જેઓ કાશ્મીર જવા ઇચ્છે છે. આ બધાને આતંકી સંગઠન તરફથી બે હજાર યુએસ ડોલર (આશરે દોઢ લાખ રૂપિયા) આપવામાં આવશે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર તુર્કી કાશ્મીરમાં આતંકવાદીઓ પસંદ કરવા માટે એજાઝ, જરાબ્લસ, અલ-બબ, આફરીન અને ઇદલિબના વિસ્તારોમાં અભિયાન ચલાવી રહ્યું છે. આતંકવાદીઓને એક જૂથમાં કાશ્મીર મોકલવામાં આવશે.

કાશ્મીર મામલે પાકનું સમર્થન
કાશ્મીર પર તુર્કી લાંબા સમયથી પાકિસ્તાનની સાથે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય ઘણા વૈશ્વિક પ્લેટફોર્મ પર કાશ્મીરના મુદ્દામાં પાકિસ્તાને મદદ કરી છે. ગયા વર્ષે યુએન જનરલ એસેમ્બલીમાં તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે તેને તેના આંતરિક મામલામાં દખલ ગણાવી હતી. પૂર્વી સીરિયા પર કબજે કરવા તુર્કીના પ્રયાસોને પણ પાકિસ્તાન સમર્થન આપે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…