અમદાવાદ/ EDના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

ગુજરાત રાજ્યમાં અમદાવાદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં CBIની એન્ટી કરપ્શન વિંગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ED ના બે અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

Top Stories Gujarat Others
sugri 16 EDના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

પૈસાની લેડી દેતીના વ્યવહારમાં થયેલા ગોટાળાની તપાસ સામાન્ય રીતે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  દ્વારા કરવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્યમાં ઉંધી ગંગા જોવા મળી છે. અહીં ED ના અધિકારી ખુદ જ લાંચ લેવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યાં વાળ જ ચીભડા ગળે એવો ઘાટ સર્જાયો છે.

sugri 17 EDના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં અમદાવાદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં CBIની એન્ટી કરપ્શન વિંગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ED ના બે અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. EDના ડેપ્યુટી અને આસિ. ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. બન્ને અધિકારીઓએ વેપારી પાસે થી રૂપિયા ૭૫ લાખની લાંચ માંગી હતી.

મળતી માહિતી મુજબ ED ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી ડાયરેકટર અને આસીટન્ટ ડાયરેકટરને  5 લાખની રકમ આંગડિયા મારફત મોકલવા આવી હતી. ED ના બે અધિકારી પૂર્ણકાંત સિંઘ અને ભુવનેશ કુમાર રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. ACB વિભાગે EDમાં દરોડા પાડ્તા રાજકારણ સહિત ઓફિસર્સ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. આ દરોડામાં સંન્ય રીતે ED અલગ અલગ મામલે દરોડા પાડતી હોય છે, ત્યારે હવે ED ડિપાર્ટમેન્ટમાં જ દરોડા પડતા ચકચાર મચી છે.