સુરેન્દ્રનગર/ સુડામડા ગામે ઝડપાયેલા ખનીજ ચોરી માં ફરિયાદ,34.64 કરોડના મુદામાલ સાથે ફરિયાદ દાખલ.

આ મામલાની આગળ કાર્યવાહી લીમડી ડીવાયએસપી ને સોંપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Gujarat
Untitled 23 10 સુડામડા ગામે ઝડપાયેલા ખનીજ ચોરી માં ફરિયાદ,34.64 કરોડના મુદામાલ સાથે ફરિયાદ દાખલ.

સુરેન્દ્રનગર શહેરના સાયલા ચોટીલા થાન મૂળી પંથકમાં કુદરતી ભંડાર ના મળી આવતા હોય છે તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે કુદરતી ભંડાર ની ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ અવારનવાર થતી હોય છે .

આ  પણ  વાંચો:કચ્છ / મારી પાસે સારી સ્કીમ છે, રોકાણ કરશો તો સારૂં વ્યાજ મળશે… મહિલાઓને વિશ્વાસમાં લઈ ગઠીયા પલાયન

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને સાયલા પોલીસ તેમજ લીમડી ડીવાયએસપી દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામે પથ્થરની ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થતી હતી તેના ઉપર રેડ કરવામાં આવી હતી પેલી જાન્યુઆરીના રોજ રેડ કરવામાં આવી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચરખી સહિત નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો .

આ  પણ વાંચો:કોરોના બ્લાસ્ટ /  ખોડલ ધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે

ત્યારે આ મામલે આજે તેની તપાસ કામગીરી કરી અને ખનીજ માફિયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ડમ્પર ચરખીઓ પથ્થર સહિત ૩૪.૬૪ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલાની આગળ કાર્યવાહી લીમડી ડીવાયએસપી ને સોંપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે જિલ્લા માં ખનીજ ચોરી અટકાવવા માટે ના જિલ્લા પોલીસ અને ખનીજ વિભાગ ના પ્રયાસો હાથ ધરાયા છે.