Hiren Patel Murder Case/ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં આરોપી હરિયાણામાંથી ઝડપાયો

અમદાવાદમાં દાહોદ જિલ્લાના કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ગુજરાત એટીએસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. ગુજરાત એટીએસે આ કેસના આરોપી ઇમરાનની ધરપકડ કરી છે. તેના પગલે ખુલાસો થયો છે કે ઇમરાનને હિરેન પટેલની હત્યાની સોપારી કોંગ્રેસના વિધાનસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાએ આપી હતી.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 15 1 કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં આરોપી હરિયાણામાંથી ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદમાં દાહોદ જિલ્લાના કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ગુજરાત એટીએસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. ગુજરાત એટીએસે આ કેસના આરોપી ઇમરાનની ધરપકડ કરી છે. તેના પગલે ખુલાસો થયો છે કે ઇમરાનને હિરેન પટેલની હત્યાની સોપારી કોંગ્રેસના વિધાનસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાએ આપી હતી. તેમા પણ લોકસભા ચૂંટણી સમયે જ આ પ્રકારના હત્યાકાંડનો પર્દાફાશ થવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.

તેની પાછળ મહત્વનું કારણ એ છે કે હત્યા કેસમાં સીટિંગ એમએલએના ભાઈનું નામ ઉછળ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસ અત્યાર સુધીમાં સાતની ધરપકડ કરી ચૂકી છે. સમગ્ર પ્રકરણની વિગત જોઈએ તો દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની ગયા સપ્ટેમ્બરમાં હત્યા કરીને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

તેના પછી પોલીસે તપાસ કરતાં મધ્યપ્રદેશના ચાર અને ગુજરાતના બે એમ કુલ છની ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં કેસના મુખ્ય આરોપી ફરાર હતા. આ આરોપીઓને શોધવા માટે એટીએસ લાગી ગઈ હતી. ગુજરાત એટીએસે મુખ્ય આરોપી ઇમરાનની હરિયાણાના મેવાતમાંથી ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે