accident case/ દસાડાના જૈનાબાદ-રૂસ્તમગઢ રોડ પર હોસ્પિટલની બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જૈનાબાદ-રૂસ્તમગઢ રોડ પર રાજકોટની આંખની હોસ્પિટલનુ વાહન પલટી ખાતા ગંભીર અકસ્માત બનવા પામ્યો.

Gujarat
YouTube Thumbnail 2024 03 20T163041.269 દસાડાના જૈનાબાદ-રૂસ્તમગઢ રોડ પર હોસ્પિટલની બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત

@ પ્રિયકાંત ચાવડા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જૈનાબાદ-રૂસ્તમગઢ રોડ પર રાજકોટની આંખની હોસ્પિટલનુ વાહન પલટી ખાતા ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં હોસ્પિટલ વાહનના ડ્રાઇવર,કંડકટરને સામાન્ય ઇજાઓ પંહોચી છે. હોસ્પિટલનું વાહન બાઈક ચાલકને બચાવવા જતા અકસ્માત બનવા પામ્યો.

મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે આવેલ આંખની ખાનગી હોસ્પિટલની બસ દર્દીને મુકીને પરત ફરી રહી હતી ત્યારે રૂસ્તમગઢ જૈનાબાદ પાસે ઓચિંતા એક બાઇક ચાલક બસને આડો ઉતારતા બાઈક ચાલકનો બચાવ કરવા જતા હોસ્પિટલની બસ‌ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડ સાઈડમા ખાબકી પલ્ટાઈ હતી જેમા બસ ચાલકને માથાના ભાગે તથા કંડકટરને સામાન્ય ઈજા પહોંચી હતી જેમને ૧૦૮ મારફતે પાટડી હોસ્પિટલ ખસેડાયા હતા બનાવની જાણ દસાડા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી જે.સી.બી. મારફતે બસને બહાર કાઢવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે