Lighterning strike/ અમદાવાદમાં સૈજપુર બોઘામાં વીજળી પડતા મકાનની છત તૂટી

ગુજરાતમાં હવે પૂરેપૂરુ ચોમાસુ બેસી ગયું છે. તેમા પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હોવાનું સાચુ પડ્યુ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં વીજળી પડતા મકાનની છત પડવાનો બનવાનો છે. 

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં હવે પૂરેપૂરુ ચોમાસુ બેસી ગયું છે. તેમા પણ પાંચ Lightening strike દિવસ ભારે વરસાદની આગાહી હોવાનું સાચુ પડ્યુ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં વીજળી પડતા મકાનની છત પડવાનો બનવાનો છે.  અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની છે. આ ઘટના પ્રભાકર સોસાયટીમાં બની હતી. પ્રભાકર સોસાયટીના મકાનના ધાબા પર વીજળી ત્રાટકતા ધાબાની છત તૂટી પડી છે. અત્યાર સુધી ઇજા થયાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી. ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આમ અમદાવાદમાં તો હજી ચોમાસાની શરૂઆત છે ત્યાં જ Lightening strike આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં આગળ જતાં હજી કેવી-કેવી ઘટના બનશે તે જોવું મહત્વનું છે. આ પહેલા આજના દિવસમાં  મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના સ્લમ ક્વાટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. સૌથી પહેલા એક નાનકડો ભાગ પડ્યો હતો. જો કે, લોકોએ તેના ઉપર ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ આખી ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

મણિનગરના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ Lightening strike  ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને પાછળના ભાગે બારીનો ભાગ તોડી ઘરોમાંથી બહાર રેસ્ક્યૂ કર્યા હતા. નાનાં બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 જેટલા લોકોને સીડી વડે ફાયરબ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. આ સાથે જ કાલપુર, રાયપુર, દરિયાપુર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે શાહપુર, ખાનપુર, સારંગપુરમાં વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. આ સાથે જ આવન જાવનમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે.

 

આ પણ વાંચોઃ ડેવિડ વોર્નર આ મામલામાં સચિન તેંડુલકરથી આગળ ઓસ્ટ્રેલિયાનો ચોથો ટોપ સ્કોરર છે

આ પણ વાંચોઃ Rahul Gandhi In Manipur/ રાહુલ ગાંધી પહોંચ્યા મણિપુર, પોલીસે એરપોર્ટથી થોડે દૂર કોંગ્રેસના કાફલાને રોક્યા

આ પણ વાંચોઃ New Investments/ સાણંદમાં સ્થપાશે વધુ એક ફેક્ટરીઃ આ કંપની કરશે બે હજાર કરોડનું રોકાણ

આ પણ વાંચોઃ Indigo-Marketcap/ ઈન્ડિગો એક લાખ કરોડના માર્કેટ કેપવાળી ભારતની પ્રથમ એરલાઈન બની

આ પણ વાંચોઃ Amarnath Yatra 2023/ પૂર્ણ થઇ અમરનાથ યાત્રાની તૈયારી! શ્રદ્ધાળુઓ માટે 100 બેડવાળી 2 હોસ્પિટલ તૈયાર