Amarnath Yatra 2023/ પૂર્ણ થઇ અમરનાથ યાત્રાની તૈયારી! શ્રદ્ધાળુઓ માટે 100 બેડવાળી 2 હોસ્પિટલ તૈયાર

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા યાત્રાળુઓને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે બે હોસ્પિટલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બાલટાલ અને ચંદનવારી ખાતે 100 બેડ ધરાવતી આ બે હોસ્પિટલો બનાવવામાં આવી છે. આવો જાણીએ આ વિશે સંપૂર્ણ વિગતો.

Top Stories India
અમરનાથ યાત્રા

દેશ અને દુનિયાના લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે પવિત્ર અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે પણ અમરનાથ યાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જી હા, આપને જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 2023ની સુરક્ષા માટે પ્રશાસન તૈયાર છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા યાત્રાળુઓને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે બે હોસ્પિટલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બાલટાલ અને ચંદનવારી ખાતે 100 બેડ ધરાવતી આ બે હોસ્પિટલો બનાવવામાં આવી છે. આવો જાણીએ આ વિશે સંપૂર્ણ વિગતો.

આપને જણાવી દઈએ કે DRDO દ્વારા બનાવવામાં આવેલી આ હોસ્પિટલો મુસાફરોને તમામ સંભવિત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડશે. આવી સ્થિતિમાં, આ હોસ્પિટલો 15 દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 2023ની શરૂઆત થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 29 જૂને શ્રદ્ધાળુઓ માટે વર્ચ્યુઅલ મોડ દ્વારા આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને રક્ષાબંધન પર 30 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તેમણે DRDO, તમામ સંબંધિત અધિકારીઓ, એન્જિનિયરો અને સ્ટાફને 15 દિવસના ટૂંકા ગાળામાં હોસ્પિટલોનું બાંધકામ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. આ સાથે લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ આ માટે વડાપ્રધાન મોદી અને સ્વાસ્થ્ય મંત્રાલયનો આભાર માન્યો હતો. DRDO દ્વારા બનાવવામાં આવેલી બે અસ્થાયી અત્યાધુનિક હોસ્પિટલો અમરનાથ યાત્રીઓને 24×7 આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં અને યાત્રા વ્યવસ્થાપનમાં મદદ કરશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, બાલટાલ અને ચંદનવાડી હોસ્પિટલો અત્યાધુનિક સાધનો, ડોકટરો અને નર્સિંગ સ્ટાફ માટે અલગ બ્લોક્સ, ICU વોર્ડ, ઓક્સિજનયુક્ત વોર્ડ અને ટ્રાયજ એરિયા અને તમામ જટિલ તબીબી સંભાળ માટે અન્ય આવશ્યક વસ્તુઓથી સજ્જ છે. અમરનાથ શ્રાઈન બોર્ડના વડા લેફ્ટનન્ટ ગવર્નરે અધિકારીઓને હોસ્પિટલોમાં અને તેની આસપાસ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો છે.

એલજી મનોજ સિન્હાએ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને શ્રદ્ધાળુઓની સેવા કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તીર્થયાત્રીઓની યાત્રાને વધુ આરામદાયક અને મુશ્કેલીમુક્ત બનાવવાની અમારી સામૂહિક જવાબદારી છે. તેમણે યાત્રાળુઓ અને સમગ્ર મેનેજમેન્ટ ટીમને આરોગ્ય, સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં એલજી મનોજ સિંહા, કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરી, અમરનાથજી શ્રાઈન બોર્ડ, ડીઆરડીઓ અને મુખ્ય સચિવ ડૉ. અરુણ કુમાર મહેતા અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો:PM મોદીના નિવાસ્થાને પાંચ કલાક ચાલી બેઠકઃ આગામી ચૂંટણીઓની રણનીતિ પર વિચારવિમર્શ

આ પણ વાંચો:KGF કોપીરાઈટ કેસમાં રાહુલ ગાંધી અને જયરામ રમેશને કોઈ રાહત નહીં, હાઇકોર્ટે FIR રદ કરવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:એસ જયશંકરે આતંકવાદ મુદ્દા પર પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું..

આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગ પાસે મેકેનિક સાથે રાહુલ ગાંધીએ જાણો શું કરી વાતચીત,જાણો