Not Set/ લો બોલો!! કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનાં પોતાના શહેરમાં નથી થઇ રહ્યા કોરોનાનાં ટેસ્ટ, જાણો શું છે કારણ

બિહારનાં ભાગલપુર મેડિકલ કોલેજમાં, કોરોનાવાયરસનું ઘણા દિવસોથી ટેસ્ટ કરવામાં આવી રહ્યું નથી, આ ટેસ્ટ સીબી નેટ મશીનથી થવાની હતી, પરંતુ 10 તારીખ પછીથી આ ટેસ્ટ એટલા માટે ઠપ્પ પડી ગયા કારણ કે મશીનનું કાર્ટિલેઝ ઉપલબ્ધ નથી. બિહારમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, એક તરફ રાજ્ય સરકાર જિલ્લા હોસ્પિટલોને કોરોના ટેસ્ટ માટે ઝડપી બનાવવાનો આદેશ […]

India
3e342e9b4eae2a9b023d9b97080557bb 1 લો બોલો!! કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનાં પોતાના શહેરમાં નથી થઇ રહ્યા કોરોનાનાં ટેસ્ટ, જાણો શું છે કારણ

બિહારનાં ભાગલપુર મેડિકલ કોલેજમાં, કોરોનાવાયરસનું ઘણા દિવસોથી ટેસ્ટ કરવામાં આવી રહ્યું નથી, આ ટેસ્ટ સીબી નેટ મશીનથી થવાની હતી, પરંતુ 10 તારીખ પછીથી આ ટેસ્ટ એટલા માટે ઠપ્પ પડી ગયા કારણ કે મશીનનું કાર્ટિલેઝ ઉપલબ્ધ નથી. બિહારમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, એક તરફ રાજ્ય સરકાર જિલ્લા હોસ્પિટલોને કોરોના ટેસ્ટ માટે ઝડપી બનાવવાનો આદેશ આપી રહી છે, તો બીજી તરફ સંસાધનોનાં અભાવ સાથે સંઘર્ષ કરી રહી છે. આરોગ્ય વિભાગનાં સચિવ લોકેશકુમાર સિંહે બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે કાર્ટિલેઝ જિલ્લા હોસ્પિટલો સુધી પહોંચવામા આવશે.

આરોગ્ય વિભાગનાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે, સીબી નેટ મશીનમાં વપરાયેલી કાર્ટિલેઝ યુ.એસ.ની એક કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે. કોરોના ફાટી નીકળવાનાં કારણે, આ કંપની ઓર્ડરનાં સપ્લાયમાં વિલંબ કરી રહી છે. ભાગલપુરમાં તપાસનાં અભાવની અસર ઘણાં જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, ભાગલપુર કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનું જન્મસ્થળ છે આવી સ્થિતિમાં ભાગલપુરમાં સંસાધનોનો અભાવ મોટો સવાલ ઉભો કરે છે. જણાવી દઈએ કે, ભાગલપુરમાં તપાસ ન રોકાઇ ત્યાં સુધી લગભગ 350 ટેસ્ટ થયા હતા જેમાં 14 લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે, શુક્રવારે બિહારમાં કોરોના વાયરસનાં ચેપનાં 19 નવા કેસ સામે આવ્યા છે, રાજ્યમાં કોવિડ-19 કેસ વધીને 1,018 થઈ ગયા છે. એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય વિભાગનાં મુખ્ય સચિવ સંજય કુમારે કહ્યું કે, 26 વર્ષીય મહિલાને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ સાથે પટના જિલ્લામાં ચેપનો 100 મો કેસ સામે આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, બિહારમાં કોરોના વાયરસનાં ચેપને કારણે કુલ સાત દર્દીઓ  મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.