Not Set/ રાજકોટ/ મહિલા દ્વારા બચત સ્કીમના નામે લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપીંડી

કોરોના ના કહેર વચ્ચે રાજકોટમાં છેતરપીંડીની ઘટના બહાર આવી છે અને તે પણ એક મહિલા દ્વારા. શહેરના બજરંગવાડી વિસ્‍તારમાં રહેતાં મુસ્‍લિમ પરિવારોના 22 લોકોએ પોતાની નાની બચતને એજન્‍ટ તરીકે કામ કરતી કરિશ્‍મા નામની મહિલા ને સોપી હતી. પ્ર્પાપ્ત વિગતો અનુસાર કરિશ્મા નામની મહિલા છેલ્લા આઠેક વર્ષથી કે.ડી.આર. ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે વ્‍યવસ્‍થિત […]

Rajkot Gujarat
bd3f71ee54a77d446ab2b939e1c7b87b રાજકોટ/ મહિલા દ્વારા બચત સ્કીમના નામે લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપીંડી

કોરોના ના કહેર વચ્ચે રાજકોટમાં છેતરપીંડીની ઘટના બહાર આવી છે અને તે પણ એક મહિલા દ્વારા. શહેરના બજરંગવાડી વિસ્‍તારમાં રહેતાં મુસ્‍લિમ પરિવારોના 22 લોકોએ પોતાની નાની બચતને એજન્‍ટ તરીકે કામ કરતી કરિશ્‍મા નામની મહિલા ને સોપી હતી.

પ્ર્પાપ્ત વિગતો અનુસાર કરિશ્મા નામની મહિલા છેલ્લા આઠેક વર્ષથી કે.ડી.આર. ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે વ્‍યવસ્‍થિત અને વિશ્વાસપૂર્વક કામ કરતી હતી. પણ હાલમાં લોકડાઉનના સમયમાં જે લોકોની એક વર્ષની બચતની મુદ્દત પૂરી થતી હોય તેણે પોતાની રકમ પરત માની હતી. તો આ મહિલાએ પોતે લોકડાઉનમાં ઘરે બેઠા કામ કરશે તેમ કહી આવા લોકોની પાસબુક ઉઘરાવી લીધી હતી અને લોક ડાઉનમાં જ પોતાનું ઘર છોડી ગાયબ થઇ ગઇ છે. સાથે સાથે તેનો ફોન પણ બંધ રહ્યો છે.

આ અંગે પોલીસ કમિશનર કચેરીમાં પણ ઇ-મેઇલથી ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે  છેલ્લા એક વર્ષથી કે.ડી.આર. ક્રેડીટ કો. ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે કામ કરતાં બજરંગવાડી પુનિતનગરમાં રહેતાંકરિશ્‍માબેન અહેમદભાઇ બુંબીયા પાસે અમારી ક્ષમતા મુજબ રોજ બચત સ્‍કીમમાં નાણા જમા કરાવતાં હતાં. આ સ્‍કીમમાં દરરોજ ઓછામાં ઓછા 25થી માંડી જેટલા જમા કરવા હોય એટલા રૂપિયા જમા કરી શકાતા હતાં.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન