Crime/ ગાંધીધામનાં વેપારીનાં અપહરણનો ભેદ ઉકેલાયો, ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ

ગુજરાત એટીએસ એ સુરેશ સોની, રાકેશ સોની, ત્રિલોક ચૌહાણ અને સંદીપ છાજુસિંગ નામનાં આરોપીઓની ગાંધીધામનાં ચકચારી અપહરણનાં ગુનામાં ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
a 23 ગાંધીધામનાં વેપારીનાં અપહરણનો ભેદ ઉકેલાયો, ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત એટીએસ એ સુરેશ સોની, રાકેશ સોની, ત્રિલોક ચૌહાણ અને સંદીપ છાજુસિંગ નામનાં આરોપીઓની ગાંધીધામનાં ચકચારી અપહરણનાં ગુનામાં ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે..આ તમામ આરોપીઓ સાથે મનોજ વ્યાસ નામનાં આરોપીએ ભેગા મળીને ગાંધીધામનાં વેપારીનુ અપહરણ કર્યુ હતુ..મનોજ વ્યાસ નામનો આરોપી દસ વર્ષ પહેલા વિયતનામ ખાતે આ જ વેપારીના ભાઈની કંપનીમાં નોકરી કરતો હતો તેમજ આરોપીના કેટલાક સગા હજુ પણ વેપારીની કંપનીમાં નોકરી કરે છે અને આરોપી પોતે પણ વેપારીને સારી ઓળખતો હોવાથી તેની પાસેથી સારી એવી રકમ વસુલી શકાશે તે ખબર હોવાથી રાજસ્થાનના ચાર શખ્સોને ગાંધીધામ બોલાવી વેપારીનું અપહરણ કર્યું હતું.

a 24 ગાંધીધામનાં વેપારીનાં અપહરણનો ભેદ ઉકેલાયો, ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ

  • ગાંધીધામના વેપારીના અપહરણનો મામલો
  • ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ
  • તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું
  • અપહરણ કરી 3 કરોડની માંગી હતી ખંડણી
  • વેપારીને ગોંધી રાખી પડાવ્યા હતા 35 લાખ

ગત 19 જાન્યુઆરીએ ગાંધીધામના લાકડાના વેપારી મુકેશ અગ્રવાલની પાંચ શખ્સોએ દેશી તમંચા જેવા હથિયાર બતાવી વેપારીની ગાડી પર લોખંડના સળીયા દ્વારા હુમલો કરી પૈસા બનાવવાના ઇરાદે અપહરણ કર્યું હતું.. આરોપીઓએ અપહરણ કરીને વેપારીને રાજસ્થાનના સાંચોર, જોધપુર રોડ તેમજ જયપુર જેવી જગ્યાઓએ લઈ જઈ ગાંધી રાખ્યો હતો અને તેની પાસેથી યેનકેન પ્રકારે 35 લાખ રૂપિયા કઢાવી લીધા હતા તેમજ વેપારીનો ૬૦ હજારની કિંમતનો મોબાઇલ લઇ લીધો હતો.. કારમાં વેપારીને બેસાડી અલગ અલગ જગ્યાઓ ફરતા હતા ત્યારે વેપારી ચા પીવાનાં બહાને અપહરણકારોનાં ચુંગલમાંથી ફરાર થઈ ગયો હતો જે બાદ તમામ આરોપીઓ ભાગી ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા ગુજરાત એટીએસએ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

a 25 ગાંધીધામનાં વેપારીનાં અપહરણનો ભેદ ઉકેલાયો, ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ

ગુજરાત ATS એ હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે..આ ગુનાનો મુખ્ય આરોપી મનોજ વ્યાસ પાસે ખંડણીની રકમ હોય તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે તેમજ અપહરણમાં વપરાયેલ વેગેનાર ગાડી રાજસ્થાનના ઝુંનઝુનું ગ્રામ્ય પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હોય તે ગાડી પણ રાજસ્થાન પોલીસે કબજે કરી છે. તેમજ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે તે બાબતે તપાસ હાથ ધરાઈ છે.

Ahmedabad: શાળાની મહિલા ક્લાર્કની કારીગરી, ખોટી સહિઓ કરી 3 કરોડથી વધુની કરી ઉચાપત

Surat: પોતાના પ્રેમી સાથે ધાબા પર ઉભી હતી યુવતી, માતા-પિતા જોઈ જતાં થયું એવું કે…

Ahemdabad: 24મીએ અમદાવાદ માટે ઐતિહાસિક દિવસ, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટે 50% દર્શકોની એન્ટ્રી નિશ્ચિત, PM મોદીની ઉપસ્થિતિના સંકેત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો