Not Set/ બિનસચિવાલય મામલો/ આગેવાન યુવરાજ સિંહ ગોહિલ અને અન્ય એક યુવાનને પોલીસ જીપમાં કલેકટર ઓફિસ લઈ જવામાં આવ્યા, જાણો પછી શું થયું..? 

છેલ્લા 24 કલાકથી ગાંધીનગર ખાતે ધારણા પર બેઠેલા બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારોની વ્હારે એક પછી એક નેતા આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પરીક્ષામાં ચોરી થતા CCTV ફૂટેજનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ મહેનતકસ વિધાર્થીઓ લડી લેવામાં મૂડમાં છે. ગઈ કાલે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આ વિદ્યાર્થીઓને વ્હારે દોડી આવ્યા હતા. તો […]

Top Stories Gujarat
શંકરસિંહ 3 બિનસચિવાલય મામલો/ આગેવાન યુવરાજ સિંહ ગોહિલ અને અન્ય એક યુવાનને પોલીસ જીપમાં કલેકટર ઓફિસ લઈ જવામાં આવ્યા, જાણો પછી શું થયું..? 

છેલ્લા 24 કલાકથી ગાંધીનગર ખાતે ધારણા પર બેઠેલા બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારોની વ્હારે એક પછી એક નેતા આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પરીક્ષામાં ચોરી થતા CCTV ફૂટેજનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ મહેનતકસ વિધાર્થીઓ લડી લેવામાં મૂડમાં છે. ગઈ કાલે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આ વિદ્યાર્થીઓને વ્હારે દોડી આવ્યા હતા. તો આજે સવારે NCP નેતા શંકરસિંહ બાપુ આ ઉમેદવારોને વ્હારે દોડી આવ્યા હતા.

હવે આ વિદ્યાર્થીઓની વચ્ચે ગાંધીનગર Sp મયુર ચાવડા પહોંચ્યા છે. તેમને યુવાનોને હાકલ કરી છે કે તમારા માંથી જે આગેવાન હોય તેઓ મારી સાથે ચાલો અને જ્યાં રજુઆત કરવી હશે, ત્યાં લઈ જઈશ અને પાછા મૂકી જઈશ.

તેમની હાકલને લઈને વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ ગોહિલ અને અન્ય એક યુવકને લઈ પોલીસ જીપમાં કલેકટર ઓફિસ લઈ જવામાં આવ્યા છે.

આ આગેવાનોએ કલેકટર ઓફીસ ખાતે કલેકટર સાથે વાતચીત કરી હતી, અને પાછા આવી અન્ય ઉમેદવારો સાથે તેમની વાતચીત શેર કરી હતી.

કલેકટર કચેરીથી પાછા આવીને યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, 2 કલાકમાં સીટની રચના કરવાની થશે, સીટ માં 5 સભ્યોની કમિટી બનશે.  કમિટીમાં એક પણ સભ્ય ગૌણ સેવા પસંદગી મંડળનો નહીં હોય. IAS અને IPS કક્ષાના અધિકારીઓ રાખવામાં આવશે. સાથે એક વ્યક્તિ આંદોલનકારીઓમાંથી મુકવામાં આવશે.

આગેવાન યુવરાજ સિંહ ની વાત સાંભળતા જ આંદોલનકારીઓએ લોલીપોપ ના નારા લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.