Not Set/ PM મોદી કાલે શ્રીલંકામાં, આતંકી હુમલા બાદ મુલાકાત લેનાર પ્રથમ PM

PM મોદી કાલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જવાના છે. ત્યારે PM મોદી 21 એપ્રિલે થયેલા આતંકી હુમલા પછી શ્રીલંકાની મુલાકાતે જનારા પ્રથમ વડા પ્રધાન બનશે. PM મોદી આજે માલદીવની મુલાકાતે જવાના છે. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી PM મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેઓ કાલે થોડા કલાકો માટે શ્રીલંકા જશે. PM મોદી રવિવારે સવારે 11 વાગે […]

Top Stories India World
modi sirlanka PM મોદી કાલે શ્રીલંકામાં, આતંકી હુમલા બાદ મુલાકાત લેનાર પ્રથમ PM

PM મોદી કાલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જવાના છે. ત્યારે PM મોદી 21 એપ્રિલે થયેલા આતંકી હુમલા પછી શ્રીલંકાની મુલાકાતે જનારા પ્રથમ વડા પ્રધાન બનશે. PM મોદી આજે માલદીવની મુલાકાતે જવાના છે. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી PM મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેઓ કાલે થોડા કલાકો માટે શ્રીલંકા જશે. PM મોદી રવિવારે સવારે 11 વાગે શ્રીલંકા પહોંચશે.અહીં તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં સિરિસેના સાથે દ્વીપક્ષીય વાર્તા કરશે. આ સિવાય તેઓ અહીં ભોજન પણ લેશે.

pm PM મોદી કાલે શ્રીલંકામાં, આતંકી હુમલા બાદ મુલાકાત લેનાર પ્રથમ PM

આપને જણાવી દઇએ કે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 11 ભારતીય સહિત 258 લોકોના મોત થયા હતા. ત્યારે આતંકવાદનો ઉકેલ લાવવા માટે ભારત સરકાર શ્રીલંકાની શક્ય મદદ કરશે. અને મુશ્કેલીની સ્થિતિમાં ભારત તમારી સાથે છે તેવા સંદેશા સાથે PM મોદીની શ્રીલંકા મુલાકાત અનેક રીતે રાજકીય મહત્વ ધરાવે છે. PM મોદીની આ ત્રીજી વખત શ્રીલંકાની મુલાકાત લઇ રહ્યા છે. પૂર્વે PM 2015 અને 2017માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા.