ઐતિહાસિક ગિરાવટ/ અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને 80 રૂપિયાની નીચી સપાટીએ

આજે ફરી એકવાર ડોલર સામે રૂપિયો ગગડી ગયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને ઐતિહાસિક 80 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો

Top Stories Business
1 186 અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને 80 રૂપિયાની નીચી સપાટીએ

આજે ફરી એકવાર ડોલર સામે રૂપિયો ગગડી ગયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને ઐતિહાસિક 80 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડોલરનો ભાવ  શુક્રવારે  રૂ.79.89 હતો. શનિવારે બંધ બજારે  રૂ.79.82થી   79.83  થયા પછી સોમવારે સવારે  ભાવ  રૂ.79.79ખૂલ્યો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને ઐતિહાસિક 80- રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.રૂપિયો ગગડયો તે પાછળના કારણો નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કર્યા હતા.  રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડના ભાવમાં વધારા જેવા પરિબળોને તેમણે જવાબદાર ગણાવ્યા હતા.

આજે ડોલર સામે રૂપિયો પ્રથમ વખત ઓપનિંગમાં રૂ.80 પ્રતિ ડોલરની નીચી સપાટી પર પહોચ્યો હતો. આ મનોવૈજ્ઞાનિક સ્તર તૂટવાના સંકેતો ઘણા દિવસોથી દેખાઈ રહ્યા હતા, પરંતુ આજે રૂપિયો પ્રતિ ડૉલર 80 રૂપિયાની નીચે ગયો છે અને કરન્સી ટ્રેડર્સને ભારે નિરાશામાં મૂક્યા છે. આ સાથે આ વર્ષે રૂપિયો 7 ટકાના ભારે ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.

શરૂઆતના વેપારમાં રૂપિયો 80.01 રૂપિયા પ્રતિ ડૉલરની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે ગઈ કાલે તે ડૉલર દીઠ રૂપિયા 79.97 પર બંધ થયો હતો. આજે રૂપિયો 80.05 રૂપિયા પ્રતિ ડોલરની નીચી સપાટીએ પહોંચી ગયો છે.આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 80.05 રૂપિયા પ્રતિ ડૉલરના સ્તરે ગયો હતો, પરંતુ હવે તેમાં 11 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. સવારે 9.56 વાગ્યે ડોલર સામે રૂપિયો 11 પૈસા વધીને 79.94 રૂપિયા પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા અને રુસો-યુક્રેન યુદ્ધના કારણે ભારતીય ચલણ દબાણ હેઠળ છે અને તેની અસરને કારણે ભારતીય રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, યુએસમાં ફુગાવાનો દર 41 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા પછી, એવી અટકળો છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં એક ટકાનો વધારો કરી શકે છે. તેની અસરને કારણે ડોલરની માંગ વધી રહી છે અને તેની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.