Not Set/ માસ્ક કેમ નથી પહેરતા…માસ્ક તો નહીં જ પહેરીએ…બે દિવસમાં 24 હજાર લોકો દંડાયા

રાજ્યમાં કોરોનાનો આંકડો હવે ધીમી ગતીએ ઘટી રહ્યો છે. તે ઉપરાંત લોકોને નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર તથા પોલીસતંત્ર પણ કડકપણે કામગીરી કરી રહ્યું છે.

Top Stories Gujarat Others
sss 38 માસ્ક કેમ નથી પહેરતા...માસ્ક તો નહીં જ પહેરીએ...બે દિવસમાં 24 હજાર લોકો દંડાયા

રાજ્યમાં કોરોનાનો આંકડો હવે ધીમી ગતીએ ઘટી રહ્યો છે. તે ઉપરાંત લોકોને નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર તથા પોલીસતંત્ર પણ કડકપણે કામગીરી કરી રહ્યું છે.કોરોના મહામારી વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં હજારો નાગરિકોએ અંદાજે અઢી કરોડ સુધીનો દંડ ભર્યો છે.

  • માસ્ક કેમ નથી પહેરતા 
  • માસ્ક તો નહીં જ પહેરીએ
  • બે દિવસમાં 24 હજાર લોકોને ફટકારાયો દંડ
  • નાગરિકોએ માસ્ક ન પહેરવા બદલ 2.42 કરોડનો દંડ ભર્યો
  • જાહેરનામા ભંગના કુલ 1071 ગુનાઓ દાખલ થયા
  • દંડાત્મક કાર્યવાહી હેઠળ 1566 વાહનો જપ્ત

જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે પોલીસે 9 અને 10 ડિસેમ્બરે રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 2.42 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. તે ઉપરાંત જાહેરનામા ભંગના કુલ 1071 ગુનાઓ દાખલ કર્યાં હતાં. તે ઉપરાંત 1566 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

  • 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ
  • 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ

પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન નહીં કરનારા લોકો પાસેથી 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં માસ્ક નહીં પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર 12 હજાર 240 લોકો પાસેથી 1 કરોડ 21 લાખ 92 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કર્ફ્યુ ભંગ તેમજ એમવી એક્ટ 207ની જોગવાઈઓના ભંગ બદલ 761 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ કરીને માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનારા 12 હજાર 344 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ 22 લાખ 87 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ 805 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

  • ગુનાની વિગત સંખ્યા
  • જાહેરનામા ભંગ 1071
  • દંડિત વ્યક્તિઓ 24584
  • જપ્ત કરાયેલા વાહનો 1566
  • એરેસ્ટ કરાયેલ વ્યક્તિઓ 2216
  • વસૂલાયેલ દંડ રૂ. 2,44,79,500

જુઓ આ વીડિયો અહેવાલ – માસ્ક કેમ નથી પહેરતા?

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…