Price Rise/ ફુગાવાની ફાંસ, મોંઘવારીનો માર, ડિસેમ્બર બેકાર – લોકડાઉને બગાડી માર્કેટની ચાલ

પહેલા લોકડાઉન અને પછી અનલોકમાં ઉંચા ભાવે વેચાતી જીવન જરૂરિયાત વસ્તુઓ. સામાન્ય નાગરિક માટે મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે હવે ફૂગાવો પણ વધતા આમ આદમી માટે જીવવું દુષવાર બની શકે છે.

Top Stories India
election 5 ફુગાવાની ફાંસ, મોંઘવારીનો માર, ડિસેમ્બર બેકાર - લોકડાઉને બગાડી માર્કેટની ચાલ

પહેલા લોકડાઉન અને પછી અનલોકમાં ઉંચા ભાવે વેચાતી જીવન જરૂરિયાત વસ્તુઓ. સામાન્ય નાગરિક માટે મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે હવે ફૂગાવો પણ વધતા આમ આદમી માટે જીવવું દુષવાર બની શકે છે.

  • ફુગાવાની ફાંસ (હેડિંગ)
    મોંઘવારીનો માર હવે ડિસેમ્બર જશે બેકાર
    રિટેલ ફૂગાવામાં સતત થઇ રહ્યો છે વધારો
    પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે વધારી મોંઘવારી

દેશમાં ખાણી-પીણીની ચીજોના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભાવ છેલ્લા 20 દિવસમાં ઝડપથી વધ્યા છે. સતત સાત માસથી રિટેલ ફુગાવો 6 ટકાથી વધુ રહ્યો છે. નવેમ્બરમાં સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવો 7 ટકાથી વધુ રહેશે. જો કે, તેમાં ઓક્ટોબર સામે નજીવો ઘટાડો સંભવ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે 4-9 ડિસેમ્બર દરમિયાન હાથ ધરેલા સર્વેમાં 45 અર્થશાસ્ત્રીઓએ આ અંદાજો વ્યક્ત કર્યા છે. નવેમ્બરમાં રિટેલ ફુગાવો 7.10 ટકા નોંધાઈ શકે છે. જે આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ રહેશે. કેન્દ્ર સરકારે રિટેલ ફુગાવાનો દર 2 ટકા વધ-ઘટ સાથે 4 ટકાની મર્યાદામાં રાખવાની જવાબદારી આરબીઆઈને સોંપી છે.

ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો 7.61 ટકા, સપ્ટેમ્બરમાં 7.27 ટકા, અને ઓગસ્ટમાં 6.69 ટકા નોંધાયો હતો. જ્યારે માર્ચ, 2014માં 8.31 ટકાની સર્વોચ્ચ સપાટીએ હતો.

  • રિટેલ ફુગાવાનો સત્તાવાર આંકડો 14મી ડિસેમ્બરે આવશે
    રિઝર્વ બેંકે વ્યાજદરમાં ન કર્યો ફેરફાર
    GDP ગ્રોથ અંદાજ 8 ટકા નેગેટિવ : એડીબી

રિટેલ ફુગાવાના સત્તાવાર આંકડા 14 ડિસેમ્બરે જારી કરશે. શાકભાજીની સાથે દાળના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો રિટેલ ફુગાવામાં વધારાનો સંકેત આપી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 4-5 ડિસેમ્બરે યોજાયેલી મોનેટરી પોલિસી બેઠક સમીક્ષામાં વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. એશિયન ડેવલોપમેન્ટ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ અંદાજમાં સુધારો કરતાં 8 ટકા ઘટવાનો અહેવાલ આપ્યો છે. અગાઉ જીડીપી ગ્રોથ અંદાજ 9 ટકા ઘટવાની શક્યતા વ્યક્ત કરી હતી. એડીબીએ જણાવ્યુ હતુ કે, ભારતના જીડીપી ગ્રોથમાં અપેક્ષા કરતાં વધુ ઝડપથી સુધારો નોંધાઈ રહ્યો છે. બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 7.5 ટકા નેગેટીવ રહેવા સાથે અપેક્ષા કરતાં સુધર્યો હતો.

લોકડાઉને બગાડી માર્કેટની પરિસ્થિતિ

જૂન ત્રિમાસિકમાં કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતિમાં જીડીપી 23.9 ટકા નેગેટીવ રહ્યો હતો. ગતવર્ષે એડીબીએ જીડીપી અંદાજ 9 ટકા સંકોચનમાંથી અપગ્રેડ કરી 8 ટકા કર્યો છે. 2020-21માં ગ્રોથ અંદાજ 8 ટકા કર્યો છે. સાઉથ એશિયામાં 2021-22 દરમિયાન 7.2 ટકાના દરે જીડીપીમાં વૃદ્ધિ નોંધાશે. જ્યારે ભારતમાં વધી 8 ટકા રહેવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…