અયોધ્યા રામ મંદિર/ અયોધ્યા રામ મંદિર : સામાન્ય જનતા આજથી લઈ શકશે દર્શનનો લાભ, મોડી રાતથી લાંબી લાઈનો

રામ મંદિરમાં રામલલાના દર્શનનો સવારે સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધીનો રહેશે. આજથી જાહેર જનતા માટે રામ મંદિરના દરવાજા ખુલ્યા.

Top Stories India
YouTube Thumbnail 9 અયોધ્યા રામ મંદિર : સામાન્ય જનતા આજથી લઈ શકશે દર્શનનો લાભ, મોડી રાતથી લાંબી લાઈનો

અયોધ્યા રામ મંદિર આજેથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયુ છે. રામ લલાના દર્શન માટે મોડી રાતથી મંદિર પરિસરમાં લાંબી લાઈનો જોવા મળી. સામાન્ય જનતા દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં મંદિરની મુલાકાત લઈ શકશે. અયોધ્યામાં ગઈકાલે 22 જાન્યુઆરીના રોજ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો.

 

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદના બીજા દિવસથી રામ મંદિર ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. મંદિર સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તેમજ બપોરે થોડો સમય બંધ રાખવામાં આવશે. આજે 23 જાન્યુઆરીથી ભક્તો રામ લલાના દર્શન કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરનું સંચાલન કરી રહ્યું છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ હાલમાં ભક્તોનો ઘસારો જોતા મંદિરમાં દર્શનનો સમય 14 થી 15 કલાક સુધીનો રહેશે. ભક્તોની ભીડ વધશે તો દર્શનના સમયમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે.

રામલલાના દર્શનનો સવારે સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધીનો રહેશે. ત્યાર બાદ ભોગ ધરાવવામાં આવશે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ દર્શન બંધ રાખવામાં આવશે. અને બપોરે 2 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. બાદમાં સંધ્યા આરતી કર્યા બાદ રાતના 10.00 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.

રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્યના જણાવ્યા મુજબ રામલલાની 24 કલાકમાં અષ્ટયામ સેવા કરવામાં આવશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. અત્યાર સુધી રામલલા વિરાજમાનની બે આરતીઓ હતી. કહ્યું કે, હવે મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને રામલલાની શયન આરતી થશે. નોંધનીય છે કે જે ભક્તો આરતીનો લાભ લેવા માંગતા હોય તેમણ ટ્રસ્ટ પાસેથી પાસ લેવાના રહેશે. ગતરોજ 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ દિવસ ભારત માટે ઐતિહાસિક બની રહ્યો. આ ખાસ દિવસની શોભા વધારવા દેશભરમાંથી વિશેષ મહેમાનોએ હાજરી આપી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. આજથી જાહેર જનતા રામ મંદિરમાં રામ લલાના દર્શનનો લાભ લઈ શકશે.