north korea/ ઉત્તર કોરીયા ગાંઠતું નથીઃ અમેરિકાની ધમકી છતાં બેધડક બેલેસ્ટિક મિસાઇલ છોડી

અમેરિકાની તમામ ધમકીઓ બાદ પણ ઉત્તર કોરિયાએ કોરિયન ટાપુમાં બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. મિસાઈલ છોડવાની સાથે જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પહેલીવાર પોતાના જીવન સાથે જોડાયેલો સૌથી મોટો ખુલાસો કર્યો છે.

Top Stories World
Uttar korea ઉત્તર કોરીયા ગાંઠતું નથીઃ અમેરિકાની ધમકી છતાં બેધડક બેલેસ્ટિક મિસાઇલ છોડી
  • કિમ જોંગ પહેલી વખત પુત્રી સાથે દેખાયા
  • કિમ જોંગને બે પુત્ર અને એક પુત્રી છે
  • કોરીયન દ્વીપકલ્પમાં અશાંતિ માટે અમેરિકા જવાબદાર

અમેરિકાની તમામ ધમકીઓ બાદ પણ ઉત્તર કોરિયાએ કોરિયન ટાપુમાં બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. મિસાઈલ છોડવાની સાથે જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પહેલીવાર પોતાના જીવન સાથે જોડાયેલો સૌથી મોટો ખુલાસો કર્યો છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, મિસાઈલ ફાયરિંગની સાથે તેણે એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તે સફેદ કોટ પહેરેલી છોકરી સાથે હાથ પકડીને જોવા મળી રહ્યો છે. એ છોકરો બીજું કોઈ નહીં પણ તેની દીકરી છે. પહેલીવાર તેણે દુનિયાને પોતાની દીકરી વિશે જાણકારી આપી છે.

ઉત્તર કોરિયાએ શુક્રવારે Hwasong-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું હતું. પરંતુ આશ્ચર્યજનક તેની પુત્રીની હાજરી હતી, જેના અસ્તિત્વની અગાઉ ક્યારેય જાહેરમાં પુષ્ટિ કરવામાં આવી ન હતી. જોકે યુવતીનું નામ આપવામાં આવ્યું ન હતું.

અમેરિકા સ્થિત સ્ટિમસન સેન્ટરમાં ઉત્તર કોરિયાના નેતૃત્વ નિષ્ણાત માઈકલ મેડને કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે અમે કિમ જોંગ ઉનની પુત્રીને જાહેર કાર્યક્રમમાં જોઈ છે. તેણે કહ્યું કે તેની પુત્રી વિશેની માહિતી સાર્વજનિક કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કારણ કે તે દર્શાવે છે કે કિમ જોંગ હળવા છે, તે કોઈ વાતથી ડરતા નથી.

Uttar korea 1 ઉત્તર કોરીયા ગાંઠતું નથીઃ અમેરિકાની ધમકી છતાં બેધડક બેલેસ્ટિક મિસાઇલ છોડી

નિષ્ણાતોનું કહેવું છે કે કિમને ત્રણ બાળકો છે, જેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. કેટલાક માને છે કે તેમાંથી એક બાળક સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય રજાની ઉજવણીના ફૂટેજમાં જોવા મળ્યો હતો.

2013 માં, નિવૃત્ત અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર ડેનિસ રોડમેને કહ્યું કે કિમને જૂ એ નામની “બેબી” પુત્રી છે. રોડમેને તે વર્ષે ઉત્તર કોરિયાના પ્રવાસ પછી ધ ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું કે તેણે કિમ અને તેના પરિવાર સાથે સમય વીતાવ્યો હતો અને બાળકને રાખ્યો હતો.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી ચો સોન હયે કહ્યું- અમેરિકા તેના સહયોગીઓને જેટલી વધુ મદદ કરશે અને તેઓ કોરિયન દ્વીપકલ્પમાં ઉશ્કેરણીજનક સૈન્ય ગતિવિધિઓ કરશે, ઉત્તર કોરિયાની જવાબી કાર્યવાહી એટલી જ મજબૂત હશે. તેમણે ચેતવણી આપી હતી કે આ યુએસ અને તેના ઇશારે દળો માટે વધુ ગંભીર, વાસ્તવિક અને અનિવાર્ય જોખમ ઊભું કરશે.

ચોના નિવેદનના જવાબમાં, દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રિપક્ષીય સમિટનો હેતુ ઉત્તર કોરિયાના વધતા પરમાણુ અને મિસાઇલ ધમકીઓ સામે સંયુક્ત પ્રતિસાદનું સંકલન કરવાનો હતો. જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઉત્તર કોરિયાનું વારંવાર મિસાઈલ પ્રક્ષેપણ જાપાન, ક્ષેત્ર અને સમગ્ર વિશ્વની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. યુએસ-પેસિફિક કમાન્ડે જણાવ્યું હતું કે આ પ્રક્ષેપણ ઉત્તર કોરિયાના ગેરકાયદેસર વિધ્વંસક શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોની અસ્થિર અસરને દર્શાવે છે.

આ પણ વાંચો

Gujarat Election 2022/ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા સીએમ ભુપેન્દ્ર લાલઘૂમ

મોટી જાહેરાત/ તાજમહેલ સહિતની ઐતિહાસિક ધરોહરમાં પ્રવેશ મફત, ASIએ કરી જાહેરાત