મોટી જાહેરાત/ તાજમહેલ સહિતની ઐતિહાસિક ધરોહરમાં પ્રવેશ મફત, ASIએ કરી જાહેરાત

વિશ્વ ધરોહર સપ્તાહની શરૂઆત નિમિત્તે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણમાં જાહેર જનતા માટે મફત પ્રવેશ હશે.ASIએ ટ્વિટ કર્યું

Top Stories India
10 1 6 તાજમહેલ સહિતની ઐતિહાસિક ધરોહરમાં પ્રવેશ મફત, ASIએ કરી જાહેરાત

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 19 નવેમ્બર એટલે કે શનિવારના રોજ સ્મારકોમાં લોકો માટે ફ્રી એન્ટ્રી કરી છે. તેમણે કહ્યું કે વિશ્વ ધરોહર સપ્તાહની શરૂઆત નિમિત્તે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણમાં જાહેર જનતા માટે મફત પ્રવેશ હશે.ASIએ ટ્વિટ કર્યું, ‘ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના સ્મારકોમાં વિશ્વ ધરોહર સપ્તાહની શરૂઆત નિમિત્તે શનિવારે એટલે કે 19મી નવેમ્બરે બધા માટે પ્રવેશ મફત રહેશે.’  ASIની આ જાહેરાત પછી લોકો શનિવારે ભારતની ઐતિહાસિક ધરોહર મફતમાં જોઈ શકશે. જેના માટે અગાઉ ટિકિટ ફી તરીકે પૈસા ભરવા પડતા હતા.

19 થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત દરમિયાન, તાજમહેલ સહિત પુરાતત્વીય મહત્વના તમામ સ્મારકોમાં પ્રવેશ માટે પૈસા ચૂકવવા પડશે નહીં. જો કે તાજમહેલના મુખ્ય સમાધિ પર જવા માટે ટિકિટ લેવી પડે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ શુક્રવારે (18 નવેમ્બર) ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

 

 

તાજમહેલ અને અન્ય હેરિટેજ સાઇટ્સ મફતમાં જોવાની તક

ASIની જાહેરાત બાદ હવે લોકો મફતમાં તાજમહેલની મુલાકાત લઈ શકશે. શનિવારે તાજમહેલ જોવા માટે લોકોને પૈસા ચૂકવવાની જરૂર રહેશે નહીં, જોકે જાહેરાતમાં મુખ્ય સમાધિને મફતમાં જોવા વિશે કહેવામાં આવ્યું નથી. એટલે કે, લોકો મુખ્ય સમાધિ સિવાય તાજમહેલને મફતમાં જોઈ શકે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે કહ્યું કે પ્રવાસીઓને જરૂરી પ્રવેશ ટિકિટ સાથે જ મુખ્ય સમાધિની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે.