Not Set/ દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 2,451 કેસ,14 હજારથી વધુ એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,451 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,30,52,425 થઈ ગઈ છે

Top Stories India
6 25 દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 2,451 કેસ,14 હજારથી વધુ એક્ટિવ કેસ

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન નવા COVID-19 કેસમાં 2.98 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,451 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,30,52,425 થઈ ગઈ છે. બીજી તરફ, કોવિડ સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 1,87,26,26,515 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા 18,03,558 ડોઝનો સમાવેશ થાય છે. શુક્રવાર સવાર સુધી દેશમાં સક્રિય કેસની સંખ્યા 14,241 હતી અને રિકવરી રેટ 98.75 ટકા હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 1,589 દર્દીઓ સાજા પણ થયા છે, જેને લઈને ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,16,068 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 54 લોકોના મોત પણ થયા છે.