Politics/ પેગાસસ મામલે સરકાર ઘેરાઇ, નીતિશ કુમાર બાદ હવે જીતનરામ માંઝીનાં બદલાયા સુર

પેગાસસ મામલે જીતનરામ માંઝીએ કહ્યુ કે, પેગાસસ જાસૂસી કેસની તપાસ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. જેથી દેશ જાણી શકે કે કોણ કયા લોકોની જાસૂસી કરી રહ્યું છે.

Top Stories India
પેગાસસ

પેગાસસ મામલે બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર બાદ હવે જીતનરામ માંઝીએ પણ કેસ પર ટ્વીટ કર્યું છે. માંઝીએ કહ્યું છે કે, જો વિપક્ષ સંસદનાં કામ પર સતત કોઈ પણ બાબતની તપાસની માંગ કરીને પ્રભાવિત કરી રહ્યો હોય તો તે ગંભીર બાબત છે. મને લાગે છે કે પેગાસસ જાસૂસી કેસની તપાસ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. જેથી દેશ જાણી શકે કે કોણ કયા લોકોની જાસૂસી કરી રહ્યું છે.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, ત્રણ આતંકી કર્યા ઠાર

જણાવી દઇએ કે, બિહારનાં શાસક રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) નાં નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારે પેગાસસ કેસની તપાસ માટેનું કહ્યા બાદ મંગળવારે અન્ય એક ઘટક હિન્દુસ્તાની આવામ મોરચા (એચયુએમ) નાં પ્રમુખ જીતન રામ માંજીએ પણ આ મામલાની તપાસની માંગણી કરી છે. પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ મંગળવારે કહ્યું હતું કે, “મને લાગે છે કે હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને, પેગાસસ જાસૂસ કેસની તપાસ થવી જોઈએ.” માંઝીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું, “જો વિપક્ષ સંસદનાં કામકાજને સતત કોઈ પણ બાબતમાં તપાસની માંગ કરીને પ્રભાવિત કરી રહ્યો હોય તો તે એક ગંભીર બાબત છે. મને લાગે છે કે હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને, પેગાસસ જાસૂસ કેસની તપાસ થવી જોઈએ. જેથી દેશ જાણી શકે કે કોણ કયા લોકોની જાસૂસી કરી રહ્યું છે. ” બિહારમાં નીતીશ કુમારનાં નેતૃત્વમાં એનડીએની સરકાર છે, જેમાં ભાજપ અને જેડીયુ સિવાય હમ અને વિકાસશીલ ઈન્સાન પાર્ટી પણ સામેલ છે. આ પહેલા સોમવારે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પેગાસસ કેસની તપાસની વાત કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મામલામાં દરેક બાબતોને જોયા બાદ યોગ્ય પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો – રાજકારણ / કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં, રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિપક્ષનું સંસદ સુધી Cycle માર્ચ

પત્રકારોનાં એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, “આજકાલ તો ખબર નથી કે આ બધું કોણ કેવી રીતે કરી લે છે, એકંદરે દરેક બાબતોને જોતા, મારા અનુસાર યોગ્ય પગલાં લેવા જોઈએ, પરંતુ શું થયું “ત્યાં શું છે કે શું નથી, સંસદમાં કેટલાક લોકો બોલી રહ્યા છે અને અખબારમાં આવી રહ્યુ છે, તે અમે જોઈ રહ્યા છીએ. જે પણ છે, તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” તેમણે કહ્યું કે, “જો કોઈ વ્યક્તિને હેરાન કરવા માટે આવું કૃત્ય કરવામાં આવે તો તે યોગ્ય નથી. આવું ન થવું જોઈએ. જે સત્ય હોય તે બહાર આવવું જોઈએ. તેની ચર્ચા થવી જોઈએ, ગમે તે હોય, જે પણ છે સાફ થવું જોઈએ.” તેમણે કહ્યું કે, લોકોએ પણ તમામ બાબતોને આગળ રાખવી જોઈએ.