Technology/ ટેલિગ્રામમાં આવ્યું નવું ફીચર જાણી લો તમે પણ ….

ટેલિગ્રામ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેના દ્વારા યુઝર્સ વીડિયો, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ  મોકલે છે

Tech & Auto
સોશિયલ

ટેલિગ્રામે પોતાની એપમાં એક નવું અપડેટ આપ્યું છે. નવા અપડેટમાં ઘણા બધા નવા ફીચર આવ્યા છે. જેના સૌથી અગત્યનું ફીચર છે ગ્રુપ વીડિયો કોલનું. આ ગ્રુપ વીડિયો કોલમાં 1000 યુઝર જોડાય શકે છે. આ સાથે ટેલિગ્રામે તેના અપડેટમાં વીડિયો મેસેજને એક સારી એવી કોલેટીમાં રેકોર્ડ કરવાની સુવિધા આપી છે .

વિડીયો કોલ માટે સાઉન્ડ સાથે સ્ક્રીન શેરિંગ પણ ઉમેરવામાં આવ્યું છે. આ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ ટેલિગ્રામના નવા અપડેટ થયેલા ફીચરનો ઉપીયોગ કરવો પડશે. ગ્રુપ વિડીયો કોલ વિશે વાત કરતા કંપની કહે છે કે, ’30 જેટલા લોકો તેમના કેમેરા અને સ્ક્રીનથી વિડીયો પ્રસારિત કરી શકે છે, અને 1000 લોકો તે વિડીયો સ્ટ્રીમિંગમાં જોડાય તેને જોઈ શકે છે. આ સુવિધા આપવા પાછળનો મુખ્ય ઉદેશ્ય ઇ-લર્નિંગ અને અન્ય ઓનલાઇન માધ્યમને સરળ બનાવવાનો છે.

Untitled 37 ટેલિગ્રામમાં આવ્યું નવું ફીચર જાણી લો તમે પણ ....

ટેલિગ્રામ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેના દ્વારા યુઝર્સ વીડિયો, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ  મોકલે છે. ટેલિગ્રામમાં તાજેતરમાં જ યુઝર્સ માટે કેટલીક ખાસ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે, જેના કારણે યુઝર્સને ટેલિગ્રામ વધુ પસંદ આવી રહ્યું છે. આ ફીચર્સમાં વીડિયો મેસેજ મોકલવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ટૂંકા વીડિયો હોય તે યુઝર્સ ટેલિગ્રામ પર ચેટિંગ કરતા કરતા પણ મોકલી શકે છે.

ટેલિગ્રામ વપરાશકર્તાઓને તેમના દ્વારા મોકલેલા મેસેજને ફરી એડિટ કરવાની સુવિધા પણ આપે છે. આ સાથે, વપરાશકર્તાને ટેલિગ્રામમાં એકથી વધુ પ્રોફાઇલ પિક્ચર સેટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

Untitled 38 ટેલિગ્રામમાં આવ્યું નવું ફીચર જાણી લો તમે પણ ....