Not Set/ કરતારપુર/ ભારત-પાકિસ્તાને કર્યા ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર, 9 નવેમ્બરે થશે ઉદ્ઘાટન

ભારત અને પાકિસ્તાને શ્રી ગુરુ નાનક દેવજીનાં 550 માં પ્રકાશ વર્ષ નિમિત્તે શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વાર સુધી કોરિડોર ભારતીય પ્રવાસીઓ માટે ખોલવા અંગે બહુપ્રતીક્ષિત કરાર પર આજે હસ્તાક્ષર કર્યા છે. ભારત તરફથી ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ એસસીએલ દાસ અને પાકિસ્તાન વતી વિદેશી સેવાનાં અધિકારી મોહમ્મદ ફૈઝલે અહીં એમઓયુ પર હસ્તાક્ષર કરી અને દસ્તાવેજોની આપ-લે કરી. […]

Top Stories World
Kartarpur Sahib Corridor કરતારપુર/ ભારત-પાકિસ્તાને કર્યા ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર, 9 નવેમ્બરે થશે ઉદ્ઘાટન

ભારત અને પાકિસ્તાને શ્રી ગુરુ નાનક દેવજીનાં 550 માં પ્રકાશ વર્ષ નિમિત્તે શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વાર સુધી કોરિડોર ભારતીય પ્રવાસીઓ માટે ખોલવા અંગે બહુપ્રતીક્ષિત કરાર પર આજે હસ્તાક્ષર કર્યા છે. ભારત તરફથી ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ એસસીએલ દાસ અને પાકિસ્તાન વતી વિદેશી સેવાનાં અધિકારી મોહમ્મદ ફૈઝલે અહીં એમઓયુ પર હસ્તાક્ષર કરી અને દસ્તાવેજોની આપ-લે કરી.

Image result for kartarpur corridor

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરનાં રોજ ભારત દ્વારા નિર્માણ થયેલ સુવિધાઓનું ઉદઘાટન કરશે. કરાર હેઠળ ઓછામાં ઓછા પાંચ હજાર ભક્તોને કરતારપુર ખાતેનાં ગુરુદ્વારામાં દરરોજ દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. ભારતથી અહી આવતા યાત્રાળુઓની યાદી પાકિસ્તાનને 10 દિવસ અગાઉ ઉપલબ્ધ કરાવવાની રહેશે. પાકિસ્તાન આ યાદીની તપાસ કરશે અને આ મુલાકાતનાં ચાર દિવસ પહેલા ભારતને જાણ કરશે. પાકિસ્તાને ભારતીય અને વિદેશી ભારતીય નાગરિક કાર્ડ ધરાવતા વિદેશીઓ માટે કરતારપુર ગુરુદ્વારાની મુલાકાત લેવા માટે 20 ડોલરની ફી લગાવી છે.

ભારતે વારંવાર તેમને અનુરોધ કર્યો હતો કે તે યાત્રાળુઓની ભાવનાઓનું ધ્યાન રાખતા ફી ન લગાવે. પરંતુ પાકિસ્તાને આ અનુરોધનો અસ્વિકાર કર્યો છે. ગુરુ બાબા ગુરુનાનક દેવજીએ તેમના જીવનનાં અંતિમ દિવસો કરતારપુરનાં ગુરુદ્વારામાં વિતાવ્યા હતા અને તેમની 550 મી જન્મજયંતિ પર આ કોરિડોર ખોલવાનો છે જેથી ભારતનાં શીખ સમુદાયનાં લોકો દર્શન માટે સરળતાથી ત્યાં આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.