Suicide/ વડોદરામાં સામૂહિક આત્મહત્યા : 6 સભ્યોએ પીધી ઝેરી દવા, 3 નાં મોત

સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીની ઘટના

Top Stories Gujarat Others
A 60 વડોદરામાં સામૂહિક આત્મહત્યા : 6 સભ્યોએ પીધી ઝેરી દવા, 3 નાં મોત
  • વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના
  • એક પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ
  • એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીધી
  • 6 પૈકી પરિવારના 3 સભ્યોના મોત
  • 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
  • સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીની ઘટના

રાજ્યમાં એક પછી એક આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનું પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા આસપાસના લોકોને હમચમચાવી દીધા છે.

આપને જણાવી દઈએ કે, વડોદરાના સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના 6 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 1 બાળકી અને 2 પુરૂષના મોત થયા છે. જ્યારે 1 પુરુષ અને 2 મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.