Not Set/ કોર્ટે વિજય માલ્યાની સંપત્તિ વેચી, દેવુ વસુલ કરવાની આપી મંજૂરી

સ્પેશિયલ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) એ વિજય માલ્યાને મોટો ઝાટકો આપતા તેની સંપત્તિ વેચીને તેનું દેવું વસૂલ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કહ્યું હતું કે, તેને આ વસુલીથી કોઈ સમસ્યા નથી. વળી, માલ્યાનાં વકીલોએ આ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, તે ફક્ત રિકવરી ટ્રાઇબ્યુનલ નિર્ણય લઈ […]

Top Stories India
vijay mallya bccl1 કોર્ટે વિજય માલ્યાની સંપત્તિ વેચી, દેવુ વસુલ કરવાની આપી મંજૂરી

સ્પેશિયલ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) એ વિજય માલ્યાને મોટો ઝાટકો આપતા તેની સંપત્તિ વેચીને તેનું દેવું વસૂલ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કહ્યું હતું કે, તેને આ વસુલીથી કોઈ સમસ્યા નથી.

વળી, માલ્યાનાં વકીલોએ આ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, તે ફક્ત રિકવરી ટ્રાઇબ્યુનલ નિર્ણય લઈ શકે છે, જો કે પીએમએલએ કોર્ટે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધી સ્ટે મુક્યો છે, કોર્ટે આમ તેટલા માટે કર્યું કારણ કે માલ્યા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. આપને જણાવી દઈએ કે, માલ્યા 9 હજાર કરોડ રૂપિયાની લોન ચુકવણી, બનાવટ અને મની લોન્ડરિંગનાં કેસમાં યુકેમાં મુકદ્દમાનો સામનો કરી રહ્યો છે. ડિસેમ્બરમાં લંડનની કોર્ટે માલ્યાનાં કેસમાં ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. હવે અપેક્ષા કરવામાં આવે છે કે જાન્યુઆરીમાં કોર્ટ આ મામલે સુનાવણી કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટ વિજય માલ્યાને દિવાળિયુ જાહેર કરતી અરજીને પણ ફગાવી શકે છે. જ્યાં સુધી માલ્યાની સેટલમેન્ટની ઓફર ભારતીય સુપ્રીમ કોર્ટમાં સંમત ન થાય ત્યાં સુધી આ અરજી પણ મુલતવી રાખી શકાય છે. આ કિસ્સામાં યુકે કોર્ટ ભારતીય નિયમોની સુસંગતતા પર વિચાર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.