Cricket/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સિરીઝની ચોથી ટેસ્ટ મેચ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બંને દેશો માટે મરણિયો જંગ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ચોથી ટેસ્ટ રમાશે

Trending Sports
corona 14 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સિરીઝની ચોથી ટેસ્ટ મેચ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બંને દેશો માટે મરણિયો જંગ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ચોથી ટેસ્ટ રમાશે. ભારત આ ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાઇ કરી લેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અનેક નવા રેકોર્ડ્સ પણ છે, જે આ મેચ દરમિયાન બની શકે છે.

  • ભારત અને ઇંગ્લેન્ડ માટે મહત્વપૂર્ણ મેચ
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બંને દેશો માટે મરણિયો જંગ
  • ફાઇનલમાં પહોંચવા ઇંગ્લેન્ડને એક જીતની જરૂર
  • એક ડ્રો ભારતને પહોંચાડશે ફાઇનલમાં

ભારત આ મેચ જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ટેસ્ટ જીતીને ફાઇનલમાં ક્વોલિફાય કરશે. ભારત અને ઇંગ્લેન્ડ બંનેએ અત્યારે ટૂર્નામેન્ટમાં સંયુક્તપણે 11-11 મેચ જીતી છે. આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં 12 ટેસ્ટ જીતનાર પ્રથમ દેશ બનશે. ભારત આ ટેસ્ટ જીતશે તો 18 જૂનના રોજ ક્રિકેટના મક્કા લોર્ડ્સ ખાતે રમાશે.

India vs England 1st Test, Day 4 as it happened: Rohit falls early as hosts  trail

  • જસપ્રીત બુમરાહ વિના રમશે ટીમ ઇન્ડિયા
  • ફાઇનલ ઇલેવનમાં ફાસ્ટ બોલર કે સ્પિનર્સનો થઇ શકે છે સમાવેશ
  • ભારતીય સમય મુજબ સવારે30 કલાકે મેચ શરૂ થશે.

બુમરાહ નહીં રમવાના કારણે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજની વાપસીની સંભાવના વધી ગઈ છે. બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો ત્યારે સિરાજ પ્લેઇંગ ઇલેવનમાં હતો. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં તેણે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ પણ ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે. ઘરેલુ મેદાન પર તેનો શાનદાર દેખાવ છે.

India vs England Live Streaming Cricket 1st Test: Where to Watch IND vs ENG  Live Cricket Match Disney+ Hotstar, Star Sports on TV | India.com cricket

  • ઇંગ્લેન્ડ બાઉન્સ બેક માટે તૈયાર
  • જેક લીચ ઉપરાંત વધુ એક સ્પિનર્સનો કરી શકે છે સમાવેશ

ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચમાં એક જ નિયમિત સ્પિનરને ટીમમાં સ્થાન આપ્યું હતું. જોકે ભારતની પ્રથમ ઇનિંગ્સમાં કેપ્ટન જો રૂટે પાર્ટ બોલિંગમાં જ પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં નિયમિત સ્પિનર્સને મળી શકે છે સ્થાન.