Viral Video/ યુવકે પાણીમાં નહીં, કોલ્ડ ડ્રિંકમાં બનાવી મેગી, જોઈને લોકોએ કહ્યું કે….

બધા એ નોર્મલ મેગી તો બનાવી જ હશે, પરંતુ આજે અહિયાં જે મેગીની વાત છે તે બિલકુલ નોર્મલ નથી.આમાં સૌથી નવાઈની વાત એ છે કે અલગ અલગ કંપનીની કોલ્ડ ડ્રિંક્સ ઉમેરી રહ્યા છે.

Trending Videos
કોલ્ડ ડ્રિંકમાં મેગી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થાય તે માટે યુવાનો આ દિવસોમાં કંઈ પણ કરવા તૈયાર છે. તેઓ વીડિયો બનાવવા માટે તમામ હદો પાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે તેઓને પણ ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે? હવે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોયા પછી શક્ય છે કે તમારો ગુસ્સો સાતમા આસમાને પહોચી જાય. યુવાનોએ મેગી બનાવવાની એવી રીત અપનાવી છે જે જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે. અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે તમે મેગીને પહેલા આવી રીતે બનાવવાનું ક્યારેય નહિ વિચાર્યું હોય.

યુવકોએ કરી મેગીની હત્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવકો એક વાસણમાં કોલ્ડ ડ્રિંક નાખી રહ્યા છે. આમાં સૌથી નવાઈની વાત એ છે કે અલગ અલગ કંપનીની કોલ્ડ ડ્રિંક્સ ઉમેરી રહ્યા છે. એટલું જ નહીં પુરતું આ પછી તેમને જે કર્યું તેને જોઈને તો તમે ચોંકી જશો. યુવાનોએ આ ઠંડા પીણામાં મેગી નાખી હતી. જી હા, આ ઠંડાપીણામાં જ મેગી ઉમેરીને તેને ઉકાળવામાં આવી હતી , એટલે કે પાણીમાં મેગી બનાવવાને બદલે યુવાનોએ ઠંડા પીણામાં મેગી બનાવી છે. તમને આ જોઈને કેવું લાગ્યું?

મેગીને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા

આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું કે તમે મેગી સાથે શું કરી રહ્યા છો? એક યુઝરે લખ્યું કે ભાઈ ગધેડાનું પેશાબ પણ નાખે છે. એક યુઝરે લખ્યું કે મેગી સાથે ખૂબ જ ખરાબ થયું. એક યુઝરે લખ્યું કે આવા લોકોને પૃથ્વી પરથી ફેંકી દેવા જોઈએ. એક યુઝરે લખ્યું કે આ બધું વીડિયો વાયરલ કરવા માટે કરવામાં આવી રહ્યું છે, હવે વીડિયો વાયરલ થઇ ગયો છે મોજ કરો. એક યુઝરે લખ્યું કે શું વાત છે તમે મેગી ખાધી છે?

આ પણ વાંચો:જબલપુરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી, ટેન્કરોમાં હતો LPG ગેસ

આ પણ વાંચો:ઉ.પ્ર.ના રાજઘરાનાની સંપત્તિનો વિવાદ રસ્તા પરઃ બહેનનો ભાઈ પર માર મારવાનો આરોપ

આ પણ વાંચો: બાલાસોર દુર્ઘટનામાં સ્થાનિકોએ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યાઃ સીએમ નવીન પટનાયક

આ પણ વાંચો:પહેલવાનોને વાતચીત માટે કેન્દ્ર સરકારનું આમંત્રણ