Viral Video/ સોશિયલ મીડિયા પર યુવકનો અનેક સાપને Kiss કરતો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક યુવકનો વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક એકસાથે ઘણા બધા સાપને કિસ કરતો જોવા મળ્યો.

Trending Videos
સાપને Kiss

ઇન્ટરનેટની દુનિયા વિશાળ છે. અહીં આવા અનેક વીડિયો સામે આવે છે, જેને જોયા પછી વિશ્વાસ જ ન આવે કે શું માણસ ખરેખર આવું કરી શકે છે? કેટલાક વીડિયો તમને વિચારવા પર મજબૂર કરે છે. આવો જ એક વીડિયો અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. વીડિયોમાં યુવક અનેક સાપ સાથે રમતા જોવા મળી રહ્યો છે. આ ખરેખર એક ચોંકાવનારો વીડિયો છે. યુવક પોતાનો જીવને જોખમમાં મુકીને આવા વીડિયો બનાવે છે.

સાપ સાથે રમી રહ્યો છે ગેમ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક અનેક સાપ સાથે જોવા મળી રહ્યો છે.  તેને એ વાતની બિલકુલ પરવા નથી કે જો સાપ તેના પર હુમલો કરશે તો તેમાં તેનો જીવ પણ જઈ શકે છે, પરંતુ અહીંયા તો કોઈ બીજી જ રમત ચાલી રહી છે. યુવક તમામ સાપ સાથે મસ્તી કરી રહ્યો છે. યુવક તેમને ચીડવવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુવકની સ્ટાઈલ પણ એકદમ અનોખી લાગે છે. જોવા જઈએ તો તે છે તો સાપ જ  પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય. પણ હા આવી સ્થિતિમાં સાપને જોયા પછી તમે આવી ભૂલ બિલકુલ ન કરતા.

 

View this post on Instagram

 

A post shared by Celeste Herget (@celesteherget)

યુઝર્સએ શું કહ્યું?

આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું કે કૃપા કરીને કોબ્રાને નુકસાન ન પહોંચાડો, તેની ભવિષ્યમાં ઘણી કિંમત ચૂકવવી પડશે. કોબ્રાને ભારતમાં ભગવાન માનવામાં આવે છે, જે લોકો કોબ્રાને નુકસાન પહોંચાડે છે તે લોકોના જીવનમાં મુશ્કેલ ભર્યો સમય પસાર થશે. ભારતમાં શ્રાપ દોષ દૂર કરવા માટે મંદિરો છે. એક યુઝરે લખ્યું કે સાપ વિચારતો હશે કે તેના પિતા આવ્યા છે. એક યુઝરે લખ્યું કે બાબા ભૂલશો નહીં આ સાપ છે. એક યુઝરે લખ્યું કે ભાઈ, તેને ડર નથી લાગતો. વીડિયો પર કેટલાક યૂઝર્સની કમેન્ટ્સ ચોંકાવનારી છે, જેને વાંચીને તમે ચોંકી જશો.

આ પણ વાંચો:જબલપુરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી, ટેન્કરોમાં હતો LPG ગેસ

આ પણ વાંચો:ઉ.પ્ર.ના રાજઘરાનાની સંપત્તિનો વિવાદ રસ્તા પરઃ બહેનનો ભાઈ પર માર મારવાનો આરોપ

આ પણ વાંચો: બાલાસોર દુર્ઘટનામાં સ્થાનિકોએ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યાઃ સીએમ નવીન પટનાયક

આ પણ વાંચો:પહેલવાનોને વાતચીત માટે કેન્દ્ર સરકારનું આમંત્રણ