Not Set/ સરકારી બાનની ઐસીતૈસી,કોલેજે પ્રતિબંધની ઐસીતૈસી કરી બિન્દાસ્ત પબજી રમાડી

ગાંધીનગર, થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ ખાતાએ પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે સ્કૂલ- કોલેજના બાળકો પબજી ન રમે તે અંગે સંચાલકોને તકેદારી રાખવા કહ્યું હતું. એટલું જ નહિ વિદ્યાર્થીઓ પબજી ન રમે માટે અવેરનેસ કેળવવા પણ કહ્યું હતું. રાજ્ય સરકારના આ પરિપત્ર જાણે કાગળ ઉપરનો આદેશ બની રહ્યો છે.ગાંધીનગરની એક કોલેજે […]

Top Stories Gujarat Trending
02 8 સરકારી બાનની ઐસીતૈસી,કોલેજે પ્રતિબંધની ઐસીતૈસી કરી બિન્દાસ્ત પબજી રમાડી

ગાંધીનગર,

થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ ખાતાએ પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે સ્કૂલ- કોલેજના બાળકો પબજી ન રમે તે અંગે સંચાલકોને તકેદારી રાખવા કહ્યું હતું. એટલું જ નહિ વિદ્યાર્થીઓ પબજી ન રમે માટે અવેરનેસ કેળવવા પણ કહ્યું હતું.

રાજ્ય સરકારના આ પરિપત્ર જાણે કાગળ ઉપરનો આદેશ બની રહ્યો છે.ગાંધીનગરની એક કોલેજે તેના વિદ્યાર્થીઓને સરેઆમ પબજી ગેમ રમાડીને સરકારી પરિપત્રના ધજ્જીયા ઉડાવ્યા હતા.

ગાંધીનગરના ખાતરેજમાં આવેલી આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે તેના સ્ટુડન્ટસને સામેથી પબજી ગેમ રમાડી હતી અને પરિપત્રની તસ્દી પણ લીધી ન હતી.

આપને જણાવી દઈએ કે ખાતરજ ખાતે આવેલી આલ્ફા એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 150 વિદ્યાર્થીઓને સામેથી પબજી ગેમ રમાડી હતી. આ અંગે એક સામાજિક કાર્યકરે સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે આ ગેમને કોલેજ દ્રારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.સામાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગૃહમંત્રી, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને આ અંગે અરજી કરી છે.

જણાવીએ કે અરજી કરતા કાર્યકરે લખ્યું કે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે પબજી ન રમવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાને બદલે વિધાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે અને આવુ કરતા કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

આ અગાઉ  શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પબજી ગેમ પર અમે રોક લગાવીએ છીએ.આ ગેમને કારણે બાળકો પર અસર થાય છે, આ ગેમ ભણવા પર ફોક્સ નથી થવા દેતું , આ ગેમની અસર બાળકના વિકાસ પર પડે છે, વ્યવહાર, વર્તન અને વાણી પર આ ગેમથી અસર પડે છે.

રાજ્ય સરકારે શાળા અને કોલેજના સ્ટુડન્ટ્સને પબજી ગેમ ન રમવા ચેતવણી પણ આપી હતી.

અરજીમાં આગળ લખ્યું છે કે, જે ગેમનુ દુષણ વિધાર્થીઓને હેરાન કરે છે તેને આ કોલેજના સંચાકલો અને પ્રોફેસરો કોલેજ પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી ભુલ બીજી કોઈ કોલેજ ન કરે તે માટે કડક પગલા લેવા જરૂરી છે.