આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્ય દિવસ/ આજથી તમારી તંદુરસ્તીની વિશેષ કાળજી લો અને વાંચો આ સર્વે

Sexual and Reproductive health and rights (SRHR) એટલે કે જાતિય અને પ્રજનન સ્વાસ્થ્ય અધિકાર અંતર્ગત મહિલાઓને મળતા હક્ક વિશે મહિલાઓ જાગૃત થવું જરૂરી છે

Trending Lifestyle
આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્ય દિવસ

વર્ષ 1987માં, 28 મેને આંતરરાષ્ટ્રીય મહિલા આરોગ્ય કાર્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસ મહિલાઓ અને આરોગ્ય જૂથો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસને મહિલા આરોગ્યની ક્રિયા માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃત કરવામાં આવે છે.ખાસ પ્રજનન અને જાતીયતા મુદે જાગૃત કરવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. જાગૃતતાના પ્રયત્નો કરવા છતાં આજેપણ ઘણી સ્ત્રીઓ ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બને છે. આ દિવસના સંદર્ભે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં ડૉ.ધારા આર. દોશીએ 720 મહિલાઓ પર સર્વે કર્યો જેમાં આજે પણ 48% મહિલાઓ પોતાના શરીરની કાળજી યોગ્ય રીતે નથી લઇ શકતી તે પ્રતિત થાય છે. સર્વેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

શું આજે એકવીસમી સદીમાં પણ એક સ્ત્રી તરીકે તમે યોગ્ય રીતે તમારા શરીરની કાળજી લઈ શકો છો? જેમાં 48% સ્ત્રીઓએ ના, 26% સ્ત્રીઓએ હા અને 26% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

શું જેટલી ચિંતા તમને તમારા પરિવારજનોની તબિયતની થાય છે એટલી જ ચિંતા તમે તમારા તબિયતની કરો છો? જેમાં 48% સ્ત્રીઓએ ના, 34% એ હા અને 18% એ ક્યારેક જણાવ્યું

નાની મોટી બીમારીને તમે અવગણો છો અને ઘરગથ્થુ ઉપચારને પ્રથમ પ્રાધાન્ય આપો છો? જેમાં 90% સ્ત્રીઓએ હા અને 10% એ ના જણાવી

શરીર સાથે તમે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વ આપો છો? જેમાં 51% સ્ત્રીઓએ ના, 31% એ હા અને 18% એ ક્યારેક જણાવ્યું

શું તમને તમારા ઘરમાં લિંગ અસમાનતાનો અનુભવ થાય છે? જેમાં 44% સ્ત્રીઓએ હા, 30% એ ના અને 26% એ ક્યારેક જણાવ્યું

શું તમે તમારા હક્ક અને અધિકારો વિશે તમારા ઘરમાં ખુલ્લી રીતે વાત કરી શકો છો? જેમાં 52% સ્ત્રીઓએ ના, 36% એ હા અને 12% એ ક્યારેક જણાવ્યું

પરિણીત/અપરિણીત સ્ત્રીના શરીર પર સ્ત્રીનો જ હક્ક છે તેનો તમે એક સ્ત્રી તરીકે સ્વીકાર કરો છો? જેમાં 78% સ્ત્રીઓએ હા, 16% સ્ત્રીઓએ ના અને 6% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

બળજબરી નો ભોગ આજેપણ સ્ત્રીઓ બને છે એ સાથે સહમત છો? જેમાં 84% સ્ત્રીઓએ હા, 12% સ્ત્રીઓએ ના અને 4% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

સ્ત્રીઓને થતા ઘણા શારીરિક રોગનું કારણ માનસિક હોય છે એ વાત સાથે તમે સહમત છો? જેમાં 84% સ્ત્રીઓએ હા, 12% સ્ત્રીઓએ ના અને 4% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

શારીરિક રીતે અશક્ત હોવા છતાં ઘણી વખત ઘરની અને કુટુંબની જવાબદારીઓ નિભાવવી પડે છે? જેમાં 76% સ્ત્રીઓએ હા, 14% સ્ત્રીઓએ ના અને 10% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

શું તમે તમારા શારીરિક/માનસિક થાક વિશે ઘરના સભ્યોને જાણ કરી શકો છો? જેમાં 42% સ્ત્રીઓએ ના, 29% સ્ત્રીઓએ હા અને 29% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

શું તમારી ના નું મહત્વ તમારા ઘરના સભ્યો સમજી શકે છે? જેમાં 41% સ્ત્રીઓએ ના, 35% સ્ત્રીઓએ હા અને 24% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

શું તમે PCOS અને PCOD વિશે જાણો છો? જેમાં 61% સ્ત્રીઓએ ના, 39% સ્ત્રીઓએ હા જણાવી

શું તમે કારણ વગર મુડમાં ફેરફારો અનુભવો છો? જેમાં 66% સ્ત્રીઓએ હા, 22% એ ના અને 12% સ્ત્રીઓએ હા જણાવ્યું

શું તમે તમારા સ્વાસ્થ્ય અંગેના નિર્ણયો તમારી જાતે લઇ શકો છો? જેમાં 44% સ્ત્રીઓએ હા, 39% સ્ત્રીઓએ ના અને 17% સ્ત્રીઓએ ક્યારેક જણાવ્યું

સ્ત્રીઓના શરીરમાં જોવા મળતા પોષકતત્વોની ઉણપ

સામાન્ય રીતે મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ જોવા મળે છે. એનિમિયાની સમસ્યા આયર્નની ઉણપને કારણે થાય છે. એનિમિયાની સમસ્યાને લોહીની ખામી પણ કહેવાય છે. મહિલાઓમાં વિટામિન B12 ની પણ ઉણપ જોવા મળે છે. જેના કારણે તેમના શરીરમાં થાક, વાળ ખરવા, ડિપ્રેશન, નબળાઈ, સુસ્તી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. કેલ્શિયમ મહિલાઓ માટે ખુબ જરૂરી છે. ઘણીવાર મહિલાઓને આ પોષક તત્વોની ઉણપનો સામનો કરવો પડે છે. આ કારણે તેઓ હાડકામાં દુખાવો અનુભવે છે.વિટામિન ડી એ આવશ્યક પોષક તત્વોમાંનું એક છે. વિટામિન ડી મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી સ્નાયુઓ અને હાડકાનો દુખાવો થઈ શકે છે.

Sexual and Reproductive health and rights (SRHR) એટલે કે જાતિય અને પ્રજનન સ્વાસ્થ્ય અધિકાર અંતર્ગત મહિલાઓને મળતા હક્ક વિશે મહિલાઓ જાગૃત થવું જરૂરી છે જેમાં જાતિયતા વિશે જાણકારી, જાતિય શિક્ષણ, પોતાના સાથીની પસંદગી, જાતિય સબધો વિશેનો નિર્ણય, આધુનિક ગર્ભનિરોધકોનો ઉપયોગ વગેરે અધિકારો દર્શાવવમાં આવ્યા છે.

સ્ત્રીએ શારીરિક સાથે માનસિક સ્વસ્થ રહેવું જરૂરી છે, સૌથી પહેલાં સ્ત્રી એ પોતાના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું જરૂરી છે કેમ કે સ્ત્રી પોતે બીમાર હોય તો પણ અન્ય નાં કાર્યો કરવા સતત મહેનત કરે છે લાગણી સાચી વાત પણ પહેલાં પોતાની જાત સાથે વફાદાર રહેવું જરૂરી છે, સ્વમાનથી જીવી શકાય એવી સમજણ ને આવડત કેળવવી..હંમેશા જીવનના કોઈપણ પડાવ પરથી નવી શરૂઆત થઈ શકે એ સ્વીકારવું ને સ્ત્રી જાતિ વિશે ગૌરવ લેવું, સ્ત્રીના શરીર પર પહેલો હક્ક સ્ત્રીનો છે તેના પતિ કે કોઈ કુટંબના સભ્યોનો નહિ માટે સ્ત્રીએ થોડું બહાદુર પણ મક્કમતાથી બહાદુરી દેખાડવી જરૂરી છે.

123

આ પણ વાંચો : દેશની શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે : સરકાર જાગશે કે વાલીઓ?