Not Set/ ગીરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, પર્વત પરથી પડતા ધોધનો અદ્દભુત નજારો

સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ગીરનાર પર્વત સોળે કળાએ ખીલ્યું છે. એકધારો વરસાદ બાદ ધરતી લીલીછમ જોવા મળી રહી છે. ગીરનાર પરથી નિકળતી ધારાઓ, ઉંચાઈ પરથી પડતા ધોધ જોવા અને જંગલની વનરાજી જોવાનો લહાવો મુલાકાતીએ લીધો હતો. ત્યારે ગીરનારની તલેટી પરથી કેદ કરાયેલા આ દ્રશ્યો જોઈ લોકો અભિભૂત થઈ ગયા છે. હાલ જંગલમાં સિંહોનો સંવનન […]

Top Stories Gujarat Trending
ahmedabad 25 ગીરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, પર્વત પરથી પડતા ધોધનો અદ્દભુત નજારો

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ગીરનાર પર્વત સોળે કળાએ ખીલ્યું છે. એકધારો વરસાદ બાદ ધરતી લીલીછમ જોવા મળી રહી છે. ગીરનાર પરથી નિકળતી ધારાઓ, ઉંચાઈ પરથી પડતા ધોધ જોવા અને જંગલની વનરાજી જોવાનો લહાવો મુલાકાતીએ લીધો હતો.

ahmedabad 26 ગીરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, પર્વત પરથી પડતા ધોધનો અદ્દભુત નજારો

ત્યારે ગીરનારની તલેટી પરથી કેદ કરાયેલા આ દ્રશ્યો જોઈ લોકો અભિભૂત થઈ ગયા છે. હાલ જંગલમાં સિંહોનો સંવનન કાળ હોવાથી જંગલમાં સિંહોની ત્રાડ અને પક્ષીઓના કલરવ સંભળાઈ રહ્યા છે. કેટલાક સ્થળે ખીણોમાં પુર જેવી સ્થિતી સર્જાઈ છે.

ahmedabad 27 ગીરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, પર્વત પરથી પડતા ધોધનો અદ્દભુત નજારો

જેના કારણે નીચાણવાળા સ્થળો પર રહેતા માલધારીઓ સલામત સ્થળે ખસી ગયા છે. જો કે સિંહોના સંવનન કાળના કારણે જંગલમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધી મુકી દેવામાં આવી છે. પણ દુર દુરથી પર્વત પરથી પડતા ધોધનો અદ્દભુત અને અલૌકીક નજારો જોવા મળી રહ્યો છે.