Not Set/ અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ

અયોધ્યામાં વિશાળ રેલી અને મંદિરોમાં દર્શન બાદ યુપીમાં તમામ બેઠકો લડવાની જાહેરાત બાદ ઉપસતું ચિત્ર

India Trending
અયોધ્યામાં રેલી

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ નથી ત્યાં રાજકીય પક્ષોએ પોતાના સોગઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ ત્યાં આઈસીયુમાંથી બહાર આવવા પ્રયાસ કરે છે. બસપા ફરી એકવાર સવર્ણ મતદારોને પોતાની સાથે લેવાની વાત કરે છે. સમાજવાદી પક્ષ પણ ભાજપ પર પ્રહારો કરીને પોતાના પરંપરાગત મતદારો સાથે ભૂદેવોને પણ સામેલ કરવા પ્રયાસ કરે છે. ભાજપ પોતાની સત્તા ટકાવવા ભલે મુખ્યમંત્રીનો ચહેરો ન બદલ્યો પરંતુ વડાપ્રધાન મોદીએ અલીગઢ સહિતના કાર્યક્રમોને રાજકીય પક્ષની સભાનું સ્વરૂપ આપીને પોતાની સ્ટાઈલથી સભા સંબોધી હતી. જ્યારે હવે બાકી રહી ગયા હોય તેમ દિલ્હીના શાસક પક્ષ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અયોધ્યામાં રેલી કાઢી અસલી રાષ્ટ્રવાદ અને અસલી રામરાજ્ય સ્થાપવાની વાત કરી છે. અયોધ્યામાં નીકળેલી આમ આદમી પાર્ટીની રેલીને વ્યાપક આવકાર પણ મળ્યો છે.

jio next 5 અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ

ભલે આ રેલીમાં અરવિંદ કેજરીવાલ નહોતા પરંતુ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા અને સાંસદ અજયસિંહ હતાં. મનીષ સીસોદીયા એ ‘આપ’ના નંબર બે નેતા છે એ અસરકારક વ્યક્તિત્વ છે તેમણે અયોધ્યામાં કહ્યું કે રાષ્ટ્રવાદની વાતો તો ખૂબ થાય છે પરંતુ અમારે અસલી રાષ્ટ્રવાદ લાવવો છે. લોકો રાષ્ટ્રવાદની ભાવનાના રંગે રંંગાયેલા રહે તેવું વાતાવરણ સર્જવું છે. આ એક સારી વાત છે. જ્યારે મનીષ સીસોદીયા અને સંજયસિંહે બીજી વાત એ પણ કરી કે અમારે ભગવાન રામના આદર્શો પ્રમાણેનું રામરાજ્ય લાવવું છે. ભગવાન રામના ચિંધેલા માર્ગે રામરાજ્ય લાવવું છે. આ મહાનુભાવો અને આમ આદમી પાર્ટીની ટીમ અયોધ્યામાં રામમંદિર અને હનુમાનમઢી ગઈ હતી ત્યાં દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા હતા. ‘આપ’ના આ બન્ને મહાનુભાવો ઘણા મંદિરોમાં ગયા હતાં. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ તો એવો દાવો પણ કરી નાખ્યો કે ત્યાં ઘણા સંતો એવું ઈચ્છે છે કે યુપીમાં દિલ્હી જેવી સરકાર બને. આ નેતાઓનું કહેવું છે કે અયોધ્યા દેશના લોકોની આસ્થાનું પ્રતિક છે. અમે સાચા રામરાજ્યમાં વિશ્વાસ રાખીએ છીએ. ભગવાન રામે જે રીતે શાસન કર્યું હતું તે જ રીતે અને ભગવાન રામે ચીંધેલા માર્ગે ચાલવા માગીએ છીએ.

aap અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ
અસલી રાષ્ટ્રવાદ અને અસલી રામરાજ્યના નારાઓ સાથે આમ આદમી પાર્ટીના આ મોવડીઓએ એવી પણ જાહેરાત કરી કે અમે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશું. આમ આદમી પાર્ટી દિલ્હી મોડલના સહારે પંજાબ, ગુજરાત, ઉત્તરાખંડ બાદ હવે ઉત્તરપ્રદેશમાં પોતાનો પગપેસારો કરવા મથે છે. જાે કે ભાજપના સાંસદ અને પ્રવક્તા અજયસિંહ તો અવારનવાર ઉત્તરપ્રદેશના આંટાફેરા કરતાં રહે છે. ત્યાં આંદોલન પણ કર્યું છે અને ૭૬ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ સંગઠનનું માળખું પણ ગોઠવી લીધું છે. આ મહત્ત્વની વાત કહેવાય.

 

aap 1 અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ
રાજકારણીઓ ચૂંટણી ટાણે રાષ્ટ્રવાદ અને રામની વાતો કરે છે તે નવું નથી. હવે તેમાં ‘આપ’નો પણ ઉમેરો થયો છે. અયોધ્યામાં આમ આદમી પાર્ટીની રેલીમાં લોકોની જે ભીડ હતી તેના આધારે યુપી આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ તો જાહેરાત પણ કરી દીધી કે અમે ભાજપની બી ટીમ નથી. અમારૂં અલગ અસ્તિત્વ છે અને લોકકલ્યાણ અમારૂં ભાથું છે તે વાત સાબીત કરવા માગીએ છીએ. ટૂંકમાં ઉત્તરપ્રદેશમાં જે ચાર મુખ્ય પક્ષો ભાજપ, બસપા, સપા અને કોંગ્રેસ અને તેના જાેડાણો સાથે હવે ‘આપ’ તેમાં પાંચમાં પક્ષ તરીકે ઉમેરાયું છે. બીજા બધા પક્ષો બધી બેઠકો લડે કે ન લડે પણ આમ આદમી પાર્ટીએ તો તમામ બેઠકો લડવાની જાહેરાત કરી દીધી છે.

aap 2 અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ
અયોધ્યામાં રેલી : આ પાંચમાં પક્ષે બીજા બધા પક્ષો કરતાં જુદા જ પ્રકારનું ચૂંટણીકાર્ડ ઉતરીને પોતાની જૂની છાપ ભૂંસવાનો પ્રયાસ કર્યો છે. અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય એ ‘આપ’નું યુપીમાં નવું ચૂંટણીકાર્ડ છે. ધર્મ અને રાષ્ટ્રવાદનું જે કાર્ડ ભાજપ દરેક સ્થળે ઉતરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે તેવી જ રીતે આમ આદમી પાર્ટી પણ તે જ માર્ગે આગળ વધી રહી છે. ઘણા ભાજપ સમર્થકો દ્વારા ભાજપ મુસ્લિમોના હિતોનું રક્ષણ કરતી પાર્ટી છે તેવો જે પ્રચાર થાય છે તે છાપ અને વિપક્ષો દ્વારા ‘આપ’એ ભાજપની બી ટીમ છે તેવી જે છાપ છે તેને પણ ભૂંસવાનો પ્રયાસ કરે છે તેવું લાગે છે. અયોધ્યામાં ભાજપે કાઢેલી રેલી એ રાષ્ટ્રધ્વજ સાથેની રેલી હતી અથવા તો ‘આપ’ના આગેવાનો કહે છે તે પ્રમાણે ત્રીરંગા રેલી પણ હતી.

aap 3 અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ
૨૦૧૪માં આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી લડી હતી. અરવિંદ કેજરીવાલ વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે, કુમાર વિશ્વાસ અમેઠીમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતાં, પણ હારી ગયા હતાં. બીજા પણ એક ડઝન નેતાઓ યુપીમાં ખરાબ રીતે હાર્યા હતાં. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટએ અયોધ્યા રેલીના માધ્યમથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું છે તેમ માનીએ તો આ તેની પહેલી ચૂંટણી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તાધારી કોંગ્રેસ પક્ષ સામેનો મુખ્ય વિપક્ષ છે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં સારો દેખાવ કરી પગપેસારો કર્રી હવે આ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીત શાહના વતન એવા રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ એ બન્નેનો વિકલ્પ બનવા પ્રયાસો કરે છે.

aap 4 અસલી રાષ્ટ્રવાદ અને રામરાજ્ય ‘આપ’નું નવું ચૂંટણીકાર્ડ
જાેકે યુપીમાં જે અસલી રાષ્ટ્રવાદઅને રામરાજ્યનું કાર્ડ જે રીતે ઉતરવાના સંકેત આપી દીધા તે જાેતાં નિરીક્ષકો માને છે કે દિલ્હીમાં મર્યાદિત સત્તા વચ્ચે પણ જે કામો કરી દિલ્હીમાં જનાધાર મજબૂત કર્યો છે તે રીતે દેશમાં આગળ વધવા માગે છે. ટૂંકમાં રાજકીય પક્ષોને ચૂંટણી ટાણે રામ અને રાષ્ટ્ર બન્ને યાદ આવી જાય છે તે યાદીમાં હવે ‘આપ’ પણ ઉમેરાય છે.

ગાંધીનગર /  રૂપાણી સરકારનાં મોટાભાગનાં નેતાઓની થઇ શકે છે બાદબાકી

ગાંધીનગર /  CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં, ચાર અધિકારીઓની CMO માં કરી નિયુક્તિ