Not Set/ માધાપરની વીરાંગનાઓ પર તૈયાર થયેલી આજે OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

રિયલ સ્ટોરી પર અજય દેવગણે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ બનાવી છે,જેમાં સંજય દત્ત,સોનાક્ષી સિંહા,નોરા ફતેહી સહિતના કલાકારોએ પાત્ર ભજવ્યું છે.

Gujarat Trending
માધાપરની

વર્ષ 1971ના યુદ્ધમાં કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામની મહિલાઓએ પાકિસ્તાનના બોમ્બમારાની વચ્ચે રાતોરાત ભુજ એરપોર્ટ પર રન-વે બનાવ્યો હતો જે બાદ વાયુસેનાએ પાકિસ્તાની સેનાનો ખાત્મો બોલાવ્યો હતો, જે રિયલ સ્ટોરી પર અજય દેવગણે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ બનાવી છે,જેમાં સંજય દત્ત,સોનાક્ષી સિંહા,નોરા ફતેહી સહિતના કલાકારોએ પાત્ર ભજવ્યું છે.

pride of bhuj માધાપરની વીરાંગનાઓ પર તૈયાર થયેલી આજે OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

1971ના યુદ્ધમાં ભુજમાં એરસ્ટ્રિપ તૈયાર કરનારી માધાપરની વિરાંગનાઓ સાઇરન વાગતાં જ સૈનિકોની જેમ બંકરમાં છુપાઈ જતી હતી 6 જેટલા પૂલિયાને પણ ગાય-ભેંસના છાણ દ્વારા લીંપણ કર્યું, જેથી દુશ્મનનાં વિમાનો હુમલો ના કરી શકે કારણકે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવા સંજોગોમાં માધાપરની મહિલાઓએ ચાલુ બોમ્બમારાની વચ્ચે જોડાઇ અને દિવસ-રાત મહેનત કરીને એરસ્ટ્રિપ તૈયાર કરી હતી પછી વાયુસેનાએ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો હતો.

માધાપરની

ડિઝનીપલ્સ હોટસ્ટાર વીઆઇપી આજે સાંજે ફિલ્મ લોન્ચ કરાશે

જેથી વિરાંગનાઓની કહાની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ 1971ના 50 વર્ષે એટલે કે આજે 13 ઓગસ્ટના ઓટોટી પ્લેટફોર્મ પર સાંજે રિલીઝ થઇ રહી છે. અદુભૂત શૌર્યગાથાના પચાસ વર્ષે પણ એજ જુસ્સો અને હિંમત આજે પણ વિરાગનાઓમાં જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મનું શૂટિંગ પણ કચ્છમાં થયું છે ખાસ તો અગાઉ થિયેટરમાં ફિલ્મ લોન્ચ થવાની હતી જોકે કોવિડના કારણે રિલીઝ ડેટ ઠેલાતી ગઈ હતી અને હવે ડિઝનીપલ્સ હોટસ્ટાર વીઆઇપી પર ફિલ્મ મુકવામાં આવશે.

માધાપરની

kalmukho str માધાપરની વીરાંગનાઓ પર તૈયાર થયેલી આજે OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ