Not Set/ અમદાવાદ એરપોર્ટ પર આફ્રિકાનાં નવા સ્ટ્રેઇનને લઇને એલર્ટ

કોરોનાનો નવો સામે આવેલો વેરિઅન્ટની જાણકારી સામે આવ્યા બાદથી અમદાવાદ એરપોર્ટ પ્રશાસન એલર્ટ થઇ ગયુ છે. હાલમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

Ahmedabad Top Stories Gujarat
અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું એક નવું વેરિઅન્ટ મળી આવતા સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. મળતી માહિતી અનુસાર, આ ચેપ વધુ ઝડપથી ફેલાશે તેવી સંભાવનાઓ છે અને અધિકારીઓએ ગુરુવારે (દક્ષિણ આફ્રિકા વેરિએન્ટ) તેનાથી સંબંધિત 22 કેસની પુષ્ટિ કરી છે. આ જાણકારી સામે આવ્યા બાદથી અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો – નિવેદન / ભારતીય લોકશાહી સૌથી ધર્મનિરપેક્ષ છે,કોઈ પ્રમાણપત્રની જરૂર નથી : ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ

આપને જણાવી દઇએ કે, કોરોનાનો નવો સામે આવેલો વેરિઅન્ટની જાણકારી સામે આવ્યા બાદથી અમદાવાદ એરપોર્ટ પ્રશાસન એલર્ટ થઇ ગયુ છે. હાલમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને જે લોકોએ વેક્સિન લીધી છે કે નહી તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. નવો વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે ત્યારે રાજ્યમાં આ નવા વેરિઅન્ટની એન્ટ્રી ન થાય તે માટે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, વિશ્વમાં જ્યારે કોરોના અને તેના નવા વેરિઅન્ટથી હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ ભારતમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે પણ દેશમાં 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે કેન્દ્ર સરકાર કોરોનાનાં નવા વેરિઅન્ટને લઇને એલર્ટ મોડમાં આવી ગઇ છે. બીજી તરફ Who એ યુરોપમાં ફેલાયેલ કોરોના સંક્રમણની ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે તમામ રાજ્યોને હવાઈ મુસાફરી કરતા મુસાફરોનાં ફરજીયાત ચેકીંગ કરવા કેન્દ્ર સરકારે સૂચના આપી દીધી છે.

આ પણ વાંચો – Earthquake / અફઘાનિસ્તાનનાં હિંદુકુશ ક્ષેત્રમાં 4.3ની તીવ્રતાના અનુભવાયા ભૂકંપ આંચકા

જણાવી દઇએ કે, વિદેશમાંથી આવનારા મુસાફરોનું સતત સ્ક્રીનિંગની કામગીરી અમદાવાદ એરપોર્ટ પર હાથ ધરવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કોરોનાનાં નવા વેરિઅન્ટથી વધી રહેલી ચિંતા વચ્ચે જો કેન્દ્ર સરકાર ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાનોની ઉડાન પર રોક લગાવે તો નવાઇ નહી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ B.1.1529 અંગે ચિંતા વ્યક્ત કરી છે. હવે વિશ્વભરનાં વૈજ્ઞાનિકો ઝડપી ફેલાવાના સંકેતો માટે નવા વેરિઅન્ટ પર ધ્યાન આપી રહ્યા છે. ખતરો વધે તે પહેલા જ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે વિશ્વનાં અન્ય દેશોમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.