canceled/ વિદેશથી પરત આવતા અમદાવાદના પોલીસ કમિશનરે IGP અજય ચૌધરીએ કરેલી તમામ બદલીના આદેશ રદ કર્યા

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસે જતા ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનરનો હવાલો સિનિયર આઈજીપી  અજય ચૌધરીને આપ્યો હતો

Top Stories Gujarat
1 89 વિદેશથી પરત આવતા અમદાવાદના પોલીસ કમિશનરે IGP અજય ચૌધરીએ કરેલી તમામ બદલીના આદેશ રદ કર્યા

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસે જતા ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનરનો હવાલો સિનિયર આઈજીપી  અજય ચૌધરીને આપ્યો હતો, પરંતુ પોલીસ કમિશનરનો હવાલો ધરાવતા અજય ચૌધરીએ કમિશનરની ઓફિસ સંભાળતાની સાથે એક પછી એક બદલીઓ કરવાની શરૂઆત કરી હતી અને કમિશનર ઓફિસમાં નિતી વિષયક પડતર રહેલી ફાઈલોનો પણ નિકાલ કરવા લાગ્યા હતા, પરંતુ બુધવારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા ઉપરથી પરત ફરતા અજય ચૌધરી દ્વારા કરવામાં આવેલી તમામ બદલીઓ રદ કરી તમામ પોલીસ જવાનોને તેઓ જે સ્થળે ફરજ બજાવતા હતા તેમના મુળ સ્થાને મુકી દેવાનો આદેશ આપ્યો હતો.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 15 દિવસના વિદેશ પ્રવાસે ગયા તે સમયે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંયુકત પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી પાસે હતો. જો કે તે સમયે તેમણે પીએસઆઈ અને 6 પોલીસ કર્મચારીઓનો એક ટીમ બનાવી હતી. તેમજ 9 મહિલા સહિત 38 પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી. જો કે સંજય શ્રીવાસ્ત પાછા આવ્યા બાદ તે તમામ બદલીઓ તેમણે રદ કરી દીધી હતી. જેના કારણે બંને પોલીસ અધિકારી વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે.

સંજય શ્રીવાસ્તવ રજા ઉપર હતા ત્યારે અજય કુમાર ચૌધરીએ પોલીસ કર્મચારીઓને રૂબરૂ બોલાવ્યા હતા. ઘણા બધા પોલીસ કર્મચારીઓ તેમને મળ્યા હતા. જેમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓએ બદલીની રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસ પૂરો કરીને પાછા આવ્યા બાદ આ વાત તેમના ધ્યાન ઉપર આવતા તેમણે અજય કુમાર ચૌધરી એ કરેલી તમામ બદલીના ઓર્ડર રદ કરી દીધા હતા. આ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, ઈન્ચાર્જ પોલીસ કમિશનરનું કામ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવી રાખવાનું તેમજ એવા કામો કે જે પોલીસ કમિશનરની સહી વગર શકય નથી. અનિવાર્ય સ્થિતિ સિવાય ઈન્ચાર્જ કમિશનર આવા નિર્ણય લઈ શકે નહીં.

બુધવારના રોજ સંજય શ્રીવાસ્તવ રજા ઉપરથી પરત ફરતા તેમણે પોતાની ગેરહાજરીમાં અજય ચૌધરી દ્વારા લેવામાં આવેલા વિશેષ નિર્ણયોની ફાઈલ મંગાવી તેનો અભ્યાસ શરૂ કર્યો હતો. આમ પોતાના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ થતાં સંજય શ્રીવાસ્તવ નારાજ પણ થયા હતા. પોલીસ કમિશનર શ્રીવાસ્તવે પહેલા તબક્કામાં પોતાની ઈચ્છાના સ્થળે ગયેલા પોલીસ કોન્સટેબલની બદલીનો આદેશ રદ કરવાનો આદેશ આપ્યો છે. જો કે પાંચ દિવસ માટે પોતાના મનગમતા સ્થળે બદલી લેનાર કોન્સટેબલો કોઈ અગમ્ય કારણ દુખી થઈ ગયા છે હજી પણ સંજય શ્રીવાસ્તવ આઈજીપી ચૌધરીના અન્ય નિર્ણયોને પણ રદ કરે તેવી સંભાવના છે.