Not Set/ મહારાષ્ટ્રમાં 30 જૂન સુધી નહી હટાવવામાં આવે લોકડાઉન : CM ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યમાંથી લોકડાઉન હટાવવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણનાં કેસ સતત વધતા જઇ રહ્યા છે. આ કારણોસર 30 જૂને લોકડાઉન હટાવવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન ધીરે ધીરે હળવા કરવામાં આવશે. ઉપરાંત, ઠાકરેએ કહ્યું કે, ‘કાલ પછીનાં દિવસે આપણે રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી […]

India
bde84f8e6c17484504d4512e268a36a3 1 મહારાષ્ટ્રમાં 30 જૂન સુધી નહી હટાવવામાં આવે લોકડાઉન : CM ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યમાંથી લોકડાઉન હટાવવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણનાં કેસ સતત વધતા જઇ રહ્યા છે. આ કારણોસર 30 જૂને લોકડાઉન હટાવવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન ધીરે ધીરે હળવા કરવામાં આવશે.

ઉપરાંત, ઠાકરેએ કહ્યું કે, ‘કાલ પછીનાં દિવસે આપણે રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તેઓ આપણા માટે લડી રહ્યા છે, હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કોરોના વાયરસ હજી સમાપ્ત થયો નથી, અમે આ મુદ્દાનો સાથે મળીને નિપટારો કરીશું. આપણે બેચેન ન થવું જોઈએ અને બિનજરૂરી રીતે બહાર પણ ન જવું જોઈએ.

આપને જણાવી દઈએ કે, રવિવારે ભારતમાં એક જ દિવસે પ્રથમ વખત કોવિડ-19 નાં લગભગ 20,000 કેસ નોંધાયા હતા. આ સાથે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5,28,859 પર પહોંચી ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા વધીને 16,095 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યા સુધી જારી કરેલા આંકડા મુજબ, એક દિવસમાં કોરોના વાયરસનાં ચેપનાં 19,906 નવા કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 410 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.