Maharashtra/ DRIએ મુંબઈ એરપોર્ટ પરથી આશરે રૂ. 2.1 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યુ

મહારાષ્ટ્રમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. DRIએ મુંબઈમાં 3.35 કિલો સોનું રિકવર કર્યું છે. તેની કિંમત લગભગ 2.1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

Top Stories India
8 5 DRIએ મુંબઈ એરપોર્ટ પરથી આશરે રૂ. 2.1 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યુ

મહારાષ્ટ્રમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. DRIએ મુંબઈમાં 3.35 કિલો સોનું રિકવર કર્યું છે. તેની કિંમત લગભગ 2.1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ડીઆરઆઈએ ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આ કાર્યવાહી કરી છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સનાં અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્ચ હાથ ધર્યું હતું.

આ દરમિયાન તેઓએ એક મુસાફર, ડ્યુટી ફ્રી શોપના કેટલાક કર્મચારીઓ અને ફૂડ કોર્ટના કેટલાક કર્મચારીઓને પકડ્યા હતા. આ રિકવરી તેમની પાસેથી જ કરવામાં આવી હતી. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર સોનું પેસ્ટના રૂપમાં મળી આવ્યું હતું. તેનું વજન લગભગ 3.35 કિગ્રા હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સોનાની કિંમત અંદાજે 2.1 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એરપોર્ટ સ્ટાફ આ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર લઈ જતો હતો અને વિવિધ સ્થળોએ આગળની વ્યક્તિને સોંપતો હતો.