કામગીરી/ તલાટીની પરીક્ષા દરમિયાન જામનગર પોલીસે કર્યું આ સરહાનીય કામ,જાણો અહેવાલ

જામનગર જીલ્લામાં આજે ૨૩૮૨૦ ઉમેદવારોને જીલ્લાભરના ૮૭ કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા આપી હતી, વહીવટી તંત્રએ સુચારુ વ્યવસ્થા કરી હતી

Gujarat
9 1 2 તલાટીની પરીક્ષા દરમિયાન જામનગર પોલીસે કર્યું આ સરહાનીય કામ,જાણો અહેવાલ

જામનગર સહિત રાજ્યભરમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ઉમેદવારને જિલ્લાફેર કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા.. જામનગર જીલ્લામાં રાજકોટ, જુનાગઢ, કચ્છ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓના ઉમેદવારોને જીલ્લા મથક ઉપરાંત અન્ય મથકોમાં ફાળવણી કરવામાં આવી હતી.યુવાઓથી માંડી ગૃહિણીઓ પણ આ પરીક્ષામાં સહભાગી બની હતી. અનેક મહિલાઓ તેઓના નવજાતને લઇ કેન્દ્ર પર પહોચી હતી… ત્યારે જિલ્લાના જામજોધપુર પોલીસ દફતરના મહિલા કોન્સ્ટેબલ સહિતના બે જવાનોએ પોતાની ફરજ ઉપરાંત માતાઓના બાળકોને બે કલાક લાલનપાલન કરી સામાજિક જવાબદારી નિભાવી છે.

જામનગર જીલ્લામાં આજે ૨૩૮૨૦ ઉમેદવારોને જીલ્લાભરના ૮૭ કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા આપી હતી, વહીવટી તંત્રએ સુચારુ વ્યવસ્થા કરી હતી. પણ જામજોધપુર તાલુકા મથકના એવીડીએસ કોલેજ સેન્ટર ખાતે પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોમાં બે માતાઓ એવી હતી કે જે માત્ર ચાર માસના અને બે વર્ષના બાળકને લઇ પરીક્ષા આપવા આવી હતી… પરંતુ સ્થિતિ એવી હતી કે બંને મહિલાઓ એકલી જ આવી હતી. જો કે પરીક્ષા ખંડમાં તો બાળકને સાથે રાખી પરીક્ષા આપી શકાય એવી વ્યવસ્થા તો તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી… અન્ય જીલ્લામાંથી આવેલ બંને માતાઓ પરીક્ષા આપ્યા વગર જાય એ કેમ ચાલે ? આવી વિકટ ઘડીએ પોલીસે માનવતાની મહેક પ્રસરાવી હતી.કોલેજ પર પરીક્ષા આપવા આવેલ મહિલાના બે વર્ષના પુત્રને પોલીસ જવાન પ્રશાંત વસરાએ જવાબદારી પૂર્વક સંભાળવાની સાંત્વના આપી માતાને પરીક્ષા ખંડમાં મોકલી આપ્યા,

તો બીજી તરફ નીમા ચિત્રોડા નામના મહિલા પોલીસ કોન્સ્ટેબલે ચાર માસના બાળકની જવાબદારી સ્વીકારી માતાને ક્લાસ રૂમમાં રવાના કર્યા, બંને માતાઓ પરીક્ષા પૂર્ણ થયા દોડીને પોતાના સંતાનોને પોતાની આગોસમાં સમાવી લીધા હતા… આ ધડીએ બંને માતાઓની આંખો છલકાઈ ગઈ હતી… તો બંને માતાઓની આંખોમાં પોલીસની માનવતાના ઋણ સ્વીકારનો ભાવ ભારોભાર છલકાતો હોય છે… પોલીસે ડીપાર્ટમેન્ટના આ બંને પોલીસ જવાનો પ્રશાંત વસરા અને નીમાબેન ચિત્રોડાએ જરૂરના સમયે માતા-પિતા તરીકેની ફરજ અદા કરી વર્દીની સાનમાં વધારો કર્યો છે… સલામ છે આવા પોલીસ જવાનોને.