Not Set/ સૌરાષ્ટ્ર પર કોરોનાનો સકંજો મજબૂત, રાજકોટમાં એક મોત – જામનગરમાં સામે આવ્યા નવા બે કેસ

આમ તો ગુજરાત માટે કોરોના મામલે સારો વરતારો જોવામાં આવી રહ્યો છે, અમદાવાદ જેવા સૌથી વધુ સંક્રમણ અને મોત ધરાવતા શહેરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે સુરત અને બીજા અનેક વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાનુ નોંધવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં કોરોના પોતાનો વિસ્તાર અને […]

Gujarat Rajkot
5dff6611b73f53748c67860547038a6a સૌરાષ્ટ્ર પર કોરોનાનો સકંજો મજબૂત, રાજકોટમાં એક મોત - જામનગરમાં સામે આવ્યા નવા બે કેસ

આમ તો ગુજરાત માટે કોરોના મામલે સારો વરતારો જોવામાં આવી રહ્યો છે, અમદાવાદ જેવા સૌથી વધુ સંક્રમણ અને મોત ધરાવતા શહેરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે સુરત અને બીજા અનેક વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાનુ નોંધવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં કોરોના પોતાનો વિસ્તાર અને વસ્તાર ઝડપથી અને ચિંતા જનક રીતે વધારી રહ્યાનું સામે આવી રહ્યું છે. 

ગઇકાલે જામનગર અને રાજકોટ બને મહત્વનાં શહેરોમાં કોરોનાનાં 14- 14 કેસ નોંધવામાં આવ્યા હતા. તો આજે પણ જામનગરમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. મોડીરાત્રે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંઘવામાં આવ્યા છે. જામનગરનાં વાઘેર વાડા વિસ્તારમાં 24 વર્ષીય યુવાનને અને લાલપુરમાં 38 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. 

રાજકોટમાં કોરોનાનાં કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, શહેરનાં રેલનગર ખાતે રહેતા મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું છે. મહિલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને મોડીરાત્રે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews