Not Set/ અમદાવાદમાં વાહનોમાં કેટલો થયો વધારો, છેલ્લાં ત્રણ વર્ષના જાણો આંકડા

અમદાવાદ, અમદાવાદમાં વાહનોના સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં વાહનો વધ્યાં છે. જોકે વાહન વધારાની સૌથી મોટી અને ગંભીર સમસ્યા ટ્રાફિક પર પડી રહી છે. અમદાવાદના બિસ્માર રસ્તાઓ અને સાંકડા રસ્તાઓ અનેક સમસ્યાઓને નોતરી રહ્યાં છે. અમદાવાદમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે આર.ટી.ઓ દ્રારા આપવામાં આવેલી સત્તાવાર માહીતી […]

Gujarat
rto amd અમદાવાદમાં વાહનોમાં કેટલો થયો વધારો, છેલ્લાં ત્રણ વર્ષના જાણો આંકડા

અમદાવાદ,

અમદાવાદમાં વાહનોના સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં વાહનો વધ્યાં છે. જોકે વાહન વધારાની સૌથી મોટી અને ગંભીર સમસ્યા ટ્રાફિક પર પડી રહી છે. અમદાવાદના બિસ્માર રસ્તાઓ અને સાંકડા રસ્તાઓ અનેક સમસ્યાઓને નોતરી રહ્યાં છે.

અમદાવાદમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે આર.ટી.ઓ દ્રારા આપવામાં આવેલી સત્તાવાર માહીતી મુજબ 2015માં વાહનોની સંખ્યા 236249 હતી. 2016માં 253095 હતી અને 2017માં નવેમ્બર સુધી  139925 નવા વાહનો ખરીદવામાં આવ્યા હતા.

આ આંકડાકીય માહીતી અનુસાર જોઈએ તો 2015મા કુલ વાહનોની સંખ્યા કરતા 2016મા 16846 વાહનોનો વધારો થયો હતો.  2015ની વીત કરીએ તો ટુ વ્હીલરની સંખ્યા 145879 હતી જે 2016 માં વધીને 170450 થઈ હતી અને 2017 માં નવેમ્બર  સુધીમાં 94522 નવા વ્હીકલો ખરીદવામાં આવ્યા હતા.

 વર્ષ                     દ્વી ચક્રી          ત્રિચક્રીવાહનો      ચારચક્રીવાહનો

2015-16             1,61,309        8,356               54,631

2016-17             1,72,459         8,059               60,261

2017-18 (nov)    97,847         4,304              33,249

 વાહનોની સંખ્યામાં થતો આ વધારાની સંમસ્યા ખૂબ ગંભીર બનતી જાય છે. હાઈકોર્ટે પણ ટ્રાફીકની અને બિસ્માર રસ્તાઓને લઈને કોર્પોરેશન સામે આંખ લાલ કરી હતી.