Kashmir-Vandebharattrain/ પીએમ મોદીની કાશ્મીરને વધુ એક ભેટ, શ્રીનગર સુધી દોડશે વંદે ભારત ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપી છે અને હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વંદે ભારત ટ્રેન દોડશે. જમ્મુ-કાશ્મીરને ભેટ આપતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઉધમપુર અને શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Top Stories India
YouTube Thumbnail 51 પીએમ મોદીની કાશ્મીરને વધુ એક ભેટ, શ્રીનગર સુધી દોડશે વંદે ભારત ટ્રેન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપી છે અને હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વંદે ભારત ટ્રેન દોડશે. જમ્મુ-કાશ્મીરને ભેટ આપતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઉધમપુર અને શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વંદે ભારત ટ્રેન હવે ઉધમપુર-શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પર દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓને ભેટ તરીકે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રૂટ પર 49મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફાળવવામાં આવી છે. જમ્મુ અને બારામુલા વચ્ચે રેલ્વે લિંક તૈયાર થતાં જ વંદે ભારત ટ્રેન બારામુલ્લાને દેશના બાકીના ભાગો સાથે જોડશે.

ઉધમપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર માન્યો. તેમણે ટ્વીટ કર્યું, ‘ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક માટે 49મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર. આવનારા સમયમાં આ પ્રદેશ માટે આ ચોક્કસપણે ગેમ-ચેન્જર સાબિત થશે. શ્રીનગર આગામી મહિને ભારત સાથે રેલ્વે લિંક વડે જોડાઈ જતાં હવે કાશ્મીરથી કન્યાકુમારીનો પ્રવાસ શક્ય બનશે.

હાલમાં ઉધમપુર-શ્રીનગર લિંકનું કામ ચાલી રહ્યુ છે. આ કામ જાન્યુઆરીમાં પૂરું થઈ જાય તેમ માનવામાં આવે છે. તેમણે દાવો કર્યો છે કે એક વખત શ્રીનગર ટ્રેન માર્ગે જોડાઈ ગયું પછી જમ્મુ-કાશ્મીરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે. તેના લીધે સ્થાનિક ટુરિઝમને વેગ મળશે અને મોટાપાયા પર સ્થાનિકોને પણ રોજગારી મળશે. આ રેલ્વે લિંક જમ્મુ-કાશ્મીરને ભારતના બાકીના હિસ્સા સાથે બારમાસી જોડાણ પૂરુ પાડશે. તેનું લશ્કરી મહત્વ પણ છે. તેના પગલે લશ્કરના સાધનોની હેરફેર પણ સરળતાથી થઈ શકે તેમ છે. એક વખત શ્રીનગરને રેલ્વે લિંક સાથે જોડ્યા પછી તેને લડાખમાં લેહ સુધી લઈ જવાનું પણ આયોજન છે.  આ આયોજન આગામી ચાર વર્ષમાં પાર પડે તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ